Nothing Phone (1) Launch Date in India and Pre-Booking Details: માર્કેટમાં દર થોડા દિવસે એક નવો સ્માર્ટફોન લોન્ચ થાય છે જેમાં તમને કમાલના ફીચર્સ આપવામાં આવે છે. આ સ્માર્ટફોન્સ ભલે જ અલગ-અલગ કંપનીના હોય, પરંતુ તેની બેસિક ડિઝાઇન સેમ જ હોય છે. આજે અમે તમને એક એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે દેખાવમાં બિલકુલ અલગ છે અને આવો ફોન કદાચ જ તમે જોયો હશે. જે સ્માર્ટફોનની અમે વાત કરી રહ્યા છીએ તે Nothing Phone (1) છે, જે એક ટ્રાંસપરેંટ બેકની સાથે આવે છે એટલે કે તેનાથી તમે આરપાસ જોઇ શકો છો. આવો Nothing Phone (1) ની લોન્ચ ડેટ, સ્પેક્સ અને પ્રી બુકિંગ ડિટેલ્સ વિશે બધુ જ જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે લોન્ચ થશે આ ટ્રાંસપેરેન્ટ સ્માર્ટફોન
Nothing Phone ના પહેલાં સ્માર્ટફોન Nothing Phone (1) વિશે માર્કેટમાં ખૂબ ચર્ચા થઇ રહી છે. આ ટ્રાંસપેરેન્ટ સ્માર્ટફોનને આગામી દિવસોમાં ભારતીય યૂઝર્સ માટે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે Nothing એ કન્ફોર્મ કરી દીધું છે કે તેના પહેલાં સ્માર્ટફોનને 12 જુલાઇના રોજ એક ઇવેન્ટમાં પહેલી વાર લોન્ચ કરવામાં આવશે. 


Nothing Phone (1) નું Pre-Booking ડિટેલ્સ
સત્તાવાર રીત આ ફોનના સેલને લઇને બધુ જાણકારી સામે આવી નથી પરંતુ તાજેતરમાં જ Nothing Phone (1) ના Pre-Booking ને લઇને ઇંફોર્મેશન સામે આવી છે. જોકે જાણિતા ટિપ્સ્ટર મુકુલ શર્માએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જે ફ્લિપકાર્ટની પ્રોડક્ટ પેજની એક પ્રી બુકિંગ કૂપન છે. તેમાં લખવામાં આવ્યું છે કે આ કૂપનની મદદથી તમે Nothing Phone (1) ને પ્રી બુક કરી શકશ અને તેના માટે તમારે બે હજાર રૂપિયા આપવા પડશે. આ બે હજાર ફોન ખરીદતી વખતે બિલમાં એડજસ્ટ કરી દેવામાં આવશે. 


તમને જણાવી દઇએ કે Nothing Phone (1) નું પ્રી બુકિંગ હાલ શરૂ થયું નથી પરંતુ કારણ કે કૂપન 18 જુલાઇ સુધી વેલિડિટી સાથે આવે છે. તો માનવામાં આવી રહ્યું છે કે પ્રી બુકિંગ 18 જુલાઇ પહેલાં જ થશે. 


Nothing Phone (1) ના ફીચર્સ
લીક્સ અને ટિપ્સ દ્રારા Nothing Phone (1) ના ઘણા ફીચર્સ પણ સામે આવ્યા છે. આ સ્માર્ટફોનના સૌથી ખાસ ફીચર તેનું ટ્રાંસપેરેન્ટ બેક છે એટલે તેનાથી તમને આરપાર દેખાશે. આ ફોન સ્નૈપડ્રેગન 7 ઝેન 1 SoC પ્રોસેસર (Snapdragon 7 Gen 1 Soc Processor) ની સાથે આવશે અને તેમાં તમને 8GB સુધી RAM અને 128GB  સુધી સ્ટોરેજ આપવામાં આવશે.  


આ સ્માર્ટફોનમાં 6.55 ઇંચની એચડી+ ઓએલઇડી ડિસ્પ્લે અને 1080 x 2400 પિક્સલનું રિઝોલ્યૂવેશન મળી શકે છે. બેટરીની વાત કરીએ તો  Nothing ના પહેલાં સ્માર્ટફોનમાં તમને 4500mAh ની બેટૅરી અને 45W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવી શકે છે. હાલ Nothing Phone (1) ની કિંમતને લઇને જાણકારી સામે નથી આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube