નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ દ્રષ્ટિહીન (Visual Impaired) લોકો માટે મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. તેનાથી નોટ ઓળખી શકાશે. આ એપ એકવાર મોબાઇલમાં આવી જશે ત્યારબાદ તે ઇન્ટરનેટ વિના પણ કામ કરશે. આ એપ નોટને સ્કેન કરીને જણાવશે કે કેટલાની નોટ છે? આ એપનું નામ છે MANI,  જેનું ફોર્મ છે Mobile Aided Note Identifier. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રી ઉપલબ્ધ છે. તેની ખાસિયત એ છે કે આ મહાત્મા ગાંધીની સીરીઝની નોટોની ઓળખ ખૂબ સારી રીતે કરે છે અને સાઉન્ડ દ્વારા જણાવે છે. નેવિગેશન માટે ઓડિયો સેન્સર કામ કરે છે. એટલે કે અવાજથી એપ કંટ્રોલ થાય છે. નોટ જો વાળેલી અથવા ફોલ્ડ હશે તો પણ તેની ઓળખ કરી શકે છે. એટલે કે આ નોટને દરેક એંગલથી ઓળખી શકે છે.  


નોટની ઓળખ ઇંટેગ્લિયો પ્રિન્ટિંગ, ટેક્સટાઇલ માર્ક, સાઇઝ, નંબર, રંગ મોનોક્રોમેટિક પેટર્નથી ઓળખવામાં આવે છે. આ એપ આ બધાને તપાસીને તાત્કાલિક ઓળખી બતાવે છે. જોકે આ RBI એ સ્પષ્ટ કર્યું છે કે એપ નકલી નોટની ઓળખ કરતું નથી. 


આ એપની શરૂઆત RBI ગવર્નર શક્તિકાંત દાસે કરી. તેના દ્વારા કલર બ્લાઇંડ, પાર્શિયલી સાઇટેડ, કંપ્લીટ બ્લાઇંડ લોકોને મદદ મળશે. દેશમાં લગભગ 40 મિલિયન લોકો દ્વષ્ટિહિન છે, જેમાંથી લગભગ 7 મિલિયન કંપ્લીટ બ્લાઇંડ છે. તેમને મોટાભાગે નોટ ઓળખવામાં સમસ્યા થાય છે. તો બીજી તરફ બધા માટે બેન્કિંગ નીતિ હેઠળ આરબીઆઇ આવા લોકોને પણ નોટ ઓળખવાની સુવિધા આપવા માંગે છે. આ એપ દ્વારા ઓછી લાઇટ અથવા સાધારણ લાઇટ, દિવસના સમયમાં નોટની ઓળખ આસાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube