હવામાન વિભાગને જલદી જ લિડાર ટેક્નિક મળવાની છે. જેના દ્વારા તે પોતાની આગાહીઓને વધુ સટીક બનાવી શકશે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ તેને વિક્સિત કરી છે. જેને મેઘસૂચક નામ આપવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે હવામાનની આગાહી અત્યાર સુધી રડાર અને ઉપગ્રહના આંકડાઓ પર જ નિર્ભર રહેલી છે. હવે લિડાર ટેકનિકની મદદથી હવામાનની સટીક આગાહી શક્ય બની શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિડાર ટેક્નિક (LiDAR Systems)
મીડિયા રિપોર્ટ મુજબ ડીઆરડીઓએ હવામાન વિભાગ અને નેવી મુખ્યાલય સમક્ષ મેઘસૂચકનું પ્રદર્શન કર્યું છે. ડીઆરડીઓએ લિડાર ટેક્નિક તૈયાર કરી છે જેના દ્વારા હવામાન વિભાગ પોતાના પૂર્વાનુમાનોને સટીક બનાવી શકશે. જેનું નામ મેઘસૂચક રાખવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી તમામ પેરામીટર પર ખરી ઉતરી હોવાનો દાવો કરાયો છે. ડીઆરડીઓની દહેરાદૂન સ્થિત પ્રયોગશાળા ઈન્સ્ટ્રુમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈસ્ટાબ્લિશમેન્ટ (આઈઆરીઈ)એ તેને વિક્સિત કરી છે. મીડિયા રિપોર્ટમાં ડીઆરડીઓના સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે આ ટેક્નોલોજી જલદી હવામાન વિભાગને સોંપવામાં આવી શકે છે. 


આ રીતે કરશે કામ
લિડાર ટેક્નોલોજીમાં લેઝર દ્વારા વાદળો અને ધૂળકણોનું આકલન કરાય છે. તેમાં એક લીઝર બીમ દ્વારા કિરણો વાદળો અને ધૂળકણો સુધી પહોંચે છે અને તેમને અથડાઈને પાછી ફરે છે. આ પ્રક્રિયા એક સેકન્ડની અંદર લાખો વખત દોહરાવવામાં આવે છે. ત્યારબાદ એક થ્રી ડીપ મેપ તૈયાર કરવામાં આવે છે. જેના દ્વારા વાદળો અને ધૂળકણોનું સટીક આકલન કરાય છે. જે હવામાનના પૂર્વાનુમાનમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ઉપગ્રહ, વિમાન કે ડ્રોન દ્વારા કરી શકાશે.


100 ટકા સટીક આગાહી?
લિડાર ટેક્નોલોજી દ્વારા કોઈ હવામાન સંબંધિત ઘટના કે સમયની 100 ટકા સુધીનું આકલન સંભવ થઈ શકશે. એટલે કે વરસાદ કેટલા વાગે પડશે, એ પણ જાણી શકાય એવો દાવો કરાય છે. વિશ્વની ગણી ગાંઠી હવામાન એજન્સીઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. 


અંબાલાલ વિશે વાત
અંબાલાલ વિશે કોઈ ઓળખ આપવાનની જરૂર નથી કારણ કે ગુજરાતમાં તો  તેમને લગભગ સૌ જાણે છે કારણ કે હવામાનમાં ફેરફાર થાય ત્યારે અંબાલાલની આગાહીની કાગડોળે રાહ જોવાય છે. અંબાલાલ ગરમી, ઠંડી અને ચોમાસું એમ તમામ સીઝનની આગાહી કરતા હોય છે. કેટલીક વખત તેમની આગાહીઓ સાચી પણ પડી છે. સામાન્ય રીતે તેઓ પંચાંગ, ગ્રહો, નક્ષત્રો જોઈને આગાહી કરે છે. દરિયાકાંઠાના પવનને જોઈને પણ વરસાદની આગાહી કરે છે. ગુજરાતના કેટલાક ખેડૂતો પણ વાવણી માટે અંબાલાલની આગાહીને ધ્યાનમાં લે છે. પણ દર વખતે તેમની આગાહી સાચી પડે તેવું પણ બનતું નથી.