એક બિચારા કાન પર કેટલુ લટકાવીને ફરવાનું? એ મજાકનું સોલ્યુશન એક કંપનીએ શોધ્યું
Hubble Connected કંપનીએ માસ્ક ફોન (Maskfone) લોન્ચ કર્યાં છે. આ વોઈસ એક્ટિવેશન ફીચરથી લેસ છે. એટલે કે તેની મદદથી તમે ફોન પણ ઉપાડી શકો છો અને વાત કરી શકો છો
ઝી મીડિયા/બ્યૂરો :કોવિડ 19ની મહામારી ( Covid-19) ને કારણે લોકો ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે. તેનાથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના રસ્તા અપનાવી રહ્યા છે. જેમ કે, યુવી સ્ટરીલાઈઝર, ડિસઈન્ફેક્ટેંટ, પલ્સ ઓક્સીમીટર, ઈન્ફ્રારેડ થર્મોમીટર વગેરે. જ્યારે તમે ઘરની બહાર નીકળો છો, તો માસ્ક (mask) પહેરવુ જરૂરી બની ગયું છે. ત્યારે તમને જણાવી દઈએ કે, હવે ટેક કંપનીઓ માસ્કની સાથે પણ પ્રયોગ કરવા લાગી છે. Hubble Connected કંપનીએ માસ્ક ફોન (Maskfone) લોન્ચ કર્યાં છે. આ વોઈસ એક્ટિવેશન ફીચરથી લેસ છે. એટલે કે તેની મદદથી યુઝર એલેક્સા, સિરી અને ગૂગલ આસિસ્ટન્ટનો પણ ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો : સુરત: ONGCમાં ગેસ પાઈપલાઈન લીકેજ બાદ મોટો બ્લાસ્ટ, આજુબાજુના મકાનોના કાચ પણ તૂટ્યા
શું ખાસ છે આ માસ્કફોનમાં
માસ્કફોન મૂળ રૂપથી ફેસ માસ્ક જ છે, પરંતુ તેમાં ઈયરફોન અને માઈક્રોફોનને કનેક્ટ કરાયેલું છે. જેથી યૂઝર ગીત સાંભળી શકે અને કોલને એટેન્ડ કરી શકે. કંપનીએ માસ્કફોનમાં ઈલાસ્ટીક ન્યોપ્રેન ઈયરહકનો ઉપયોગ કર્યો છે. તેમાં મેડિકલ ગ્રેડ બદલવા યોગ્ય પીએમ 2.5 અને એન 95/એફએફપી 2 ફિલ્ટર, આઈપીએક્સ 5 ફેબરિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને પાણીથી પણ ધોઈ શકાય છે.
આ માસ્ક પર એકવાર ચાર્જ કરવા પર 12 કલાક સુધી પ્લેટાઈમની સુવિધા આપે છે. તમે ઈચ્છો તો કોલ એટેન્ડ કરી શકો છો, અથવા તો તેની મદદથી મ્યૂઝિકનો આનંદ પણ લઈ શકો છે. માસ્ક પર જમણી બાજુ ત્રણ બટન આપવામાં આવ્યા છે. જેમાં પોઝ/પ્લેની સાથે વોલ્યુમને ઓછો અને વધારે કરવા માટે પણ બટન છે.
આ પણ વાંચો : ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત, બોટ પર ફાયરિંગ કરીને ખલાસીને ઘાયલ કર્યો
માસ્કફોનના અન્ય ફીચરની વાત કરીએ તો, તેમાં ડાયરેક્ટર વોઈસ આસિટન્ટ ફીચર છે. જેની મદદથી ન માત્ર એલેક્સાને એક્ટિવેટ કરી શકાય છે, પરંતુ તમે વોઈસ આસિસ્ટન્ટ સિરી અને ગૂગલ આસિસ્ટન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તેનો મતલબ એ છે કે, યૂઝર આ માસ્કની મદદથી સ્માર્ટ હોમ ડિવાઈસને પણ કન્ટ્રોલ કરી શકે છે. તેને કંપનીના Hubble Connect app થી કનેક્ટ કરી શકાય છે. આ માસ્કને 49 ડોલર (3600 રૂપિયા) ની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવ્યા છે. ભારતમાં આ પ્રકાના માસ્ક ક્યારે લોન્ચ થશે તેની માહિતી સામે આવી નથી.