નવી દિલ્હી: નેટફ્લિક્સ (Netflix) દુનિયાભરમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) પર સૌથી શાનદાર ફિલ્મો અને ઓરિજનલ્સ માટે જાણિતું છે. મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ મનોરંજન માટે નેટફ્લિક્સ જોવાનું પસંદ કરે છે. પરંતુ હવે ઇન્ટરનેટ કંપનીએ નવા યૂઝર્સને મળનાર ખાસ સુવિધા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રી સબ્સક્રિપ્શન થયું બંધ
નેટફ્લિક્સએ દુનિયાભરમાં ફ્રી સબ્સસ્ક્રિપ્શન લઇને મૂવીઝ અને ઓરિજનલ્સ જોનારને આંચકો આપ્યો છે. કંપનીએ હવે ફ્રી સબ્સક્રિપ્શન સર્વિસ બંધ કરી દીધી છે. અફઘાનિસ્તાનને છોડીને દુનિયાના તમામ દેશોમાંથી આ સેવાને સમાપ્ત કરવામાં આવી છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઇટ દ્વારા કહ્યું કે નવા ગ્રાહકો નેટફ્લિક્સમાં મફત સાઇન-અપ કરી શકે છે. પરંતુ મૂવીઝ અને અન્ય કાર્યક્રમોની મજા લેવા માટે ગ્રાહકોને પેમેન્ટ કરવું પડે છે. પેમેન્ટ આપ્યા વિના આ સેવાનો લાભ લઇ શકાશે નહી. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube