TikTok વીડિયો બનાવો છો તો થઈ જાઓ સાવધાન...આ નવું ફીચર ખાસ જાણો
જો તમે ટિકટોકમાં રોજેરોજ તમારી ટેલેન્ટના વીડિયો પોસ્ટ કરીને હજારો લોકોની વાહવાહ મેળવતા હશો તો થોડા સાવધાન થઈ જાઓ. હવે તમારા શોર્ટ વીડિયોઝ પર ઘરવાળાની નજર રહેશે. ટિકટોકે તમારા એકાઉન્ટના કેટલાક કંટ્રોલ તમારા માતા પિતાને આપવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: જો તમે ટિકટોકમાં રોજેરોજ તમારી ટેલેન્ટના વીડિયો પોસ્ટ કરીને હજારો લોકોની વાહવાહ મેળવતા હશો તો થોડા સાવધાન થઈ જાઓ. હવે તમારા શોર્ટ વીડિયોઝ પર ઘરવાળાની નજર રહેશે. ટિકટોકે તમારા એકાઉન્ટના કેટલાક કંટ્રોલ તમારા માતા પિતાને આપવાનો નિર્ણય લીધો છે.
શું છે નવું ફીચર?
મીડિયા રિપોર્ટ મુજબ ટિકટોકે યૂઝર્સના પરિવાર પર નિગરાણી માટે ફેમિલી પેરિંગ (Family Pairing) ફીચર લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ નવા પેરેન્ટલ કંટ્રોલ ફીચરની મદદથી ઘરવાળા પોતાના બાળકોના એકાઉન્ટને લિંક કરી શકે છે. જાણકારી મુજબ પેરેન્ટ્સ તમારા એકાઉન્ટથી અપલોડ થતા વીડિયોઝ જોઈ શકે છે. આ સાથે જ એપથી ડાઈરેક્ટ મેસેજને શરૂ કે બંધ કરવાની સુવિધા પણ ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત તમે એપમાં કેટલી વાર સુધી રહી શકો છો તેનો નિર્ણય પણ લઈ શકે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube