Indian Railways Scheme: જો તમારે ક્યાંક જવું હોય અને તમારી પાસે પાસ ટ્રેનની ટિકિટ માટે રૂપિયા નથી. તો હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે નવી સ્કિમ હેઠળ તમે રૂપિયા વગર પણ કન્ફોર્મ ટિકિટ બુક કરાવી શકો છો. રેલવેની આ નવી યોજનાનું નામ છે 'બુક નાઉ, પે લેટર'. જેના દ્વારા તમે એક પણ રૂપિયો ચૂકવ્યા વગર કન્ફોર્મ ટિકિટ બુક કરાવી શકો છો. જો કે, તમારે આ ટિકિટ ઓનલાઈન જ બુક કરવી પડશે. અને  કેટલીક જરૂરી શરતો પણ છે. જે તમારે ફોલો કરવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 


Free Electricity: આ ડિવાઈસને ફીટ કરી દો અગાસીમાં અને આજીવન નહીં ભરવું પડે લાઈટ બીલ!


1 એપ્રિલથી નહીં વેચાય આ 6 કાર, હોન્ડા, હ્યુન્ડાઈ સહિત આ કારનું વેચાણ થશે બંધ


મારુતિ લાવી નવી સેડાન કાર : એવરેજ 32 કિમીથી વધારે, કિંમત એટલી ઓછી કે તમે ઘરે લઈ આવશો


14 દિવસ પછી કરી શકો છો પેમેન્ટ


તમને જણાવી દઈએ કે બુક નાઉ લેટર સ્કીમ હેઠળ બુકિંગ માટે તમે 14 દિવસ પછી ટિકિટના પૈસા રેલવેને આપી શકો છો. જો તમે પેમેન્ટમાં વિલંબ કરશો તો મુસાફરોએ 3.5 ટકા સર્વિસ ચાર્જ પણ ચૂકવવો પડશે. જો ચુકવણી નિર્ધારિત સમય મર્યાદામાં કરવામાં આવે છે, તો પછી કોઈ વધારાના પૈસા ચૂકવવા નહીં પડે. ટિકિટ બુક કરવા માટે, તમારે પહેલા તમારા IRCTC એકાઉન્ટમાં લોગિન કરવું પડશે. આ પછી 'બુક નાઉ'ના વિકલ્પ પર ક્લિક કરો.


નવા પેજ પર જઈને કરો બુકિંગ


અહીં એક નવું પેજ ખુલશે. જેમાં તમારે પેસેન્જરની વિગતો અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે. તેને ભર્યા પછી, તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી પેમેન્ટ ડિટેલનું પેજ ખુલશે. આમાં, તમે ક્રેડિટ, ડેબિટ, ભીમ એપ, નેટ બેંકિંગથી ચૂકવણી કરી શકો છો.


રજીસ્ટ્રેશન કરવુ જરૂરી


જો પેસેન્જર પે લેટરનો લાભ લેવા માગે છે, તો તેમણે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.www.epaylater.in વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે પછી પેમેન્ટનો વિકલ્પ મળશે. જેને સિલેક્ટ કર્યા પછી પૈસા ચૂકવ્યા વગર ટ્રેનની ટિકિટ મળી જશે. તમને જણાવી દઈએ કે તમારે ટિકિટ બુક કર્યાના 14 દિવસની અંદર પેમેન્ટ કરવાનું રહેશે.