DTH અને કેબલ TV ના નિયમોમાં 29 ડિસેમ્બરથી નહી થાય ફેરફાર, દર્શકોને મળી મોટી રાહત
DTH રિચાર્જના નવા નિયમને લઇને હવે પરેશાન થવાની જરૂર નથી. TV દર્શકો માટે આજે એક સમાચાર આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ના નવા નિયમો અનુસાર ચેનલ પસંદ કરવા માટે એક મહિના એટલે કે 31 જાન્યુઆરી સુધી સમય આપ્યો છે. આ નિયમ 29 ડિસેમ્બરથી લાગૂ થવાનો છે. TRAIના સચિવ એસ કે ગુપ્તાએ કહ્યું કે તેમણે ગુરૂવારે પ્રસારકો, DTH ઓપરેટર્સ અને મલ્ટી ઓપરેટર્સ (MSO)ની સાથે બેઠક કરી હતી. બધાએ આ નિયમને જલદી લાગૂ કરવાનું સમર્થન કર્યું હતું. જોકે તેમણે આ અનુરોધ કર્યો હતો કે ગ્રાહકોને થોડો વધુ સમય આપવામાં આવે જેથી તે સરળ રીતે સર્વિસિઝના વિકલ્પોને પસંદ કરી શકે.
નવી દિલ્હી: DTH રિચાર્જના નવા નિયમને લઇને હવે પરેશાન થવાની જરૂર નથી. TV દર્શકો માટે આજે એક સમાચાર આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ના નવા નિયમો અનુસાર ચેનલ પસંદ કરવા માટે એક મહિના એટલે કે 31 જાન્યુઆરી સુધી સમય આપ્યો છે. આ નિયમ 29 ડિસેમ્બરથી લાગૂ થવાનો છે. TRAIના સચિવ એસ કે ગુપ્તાએ કહ્યું કે તેમણે ગુરૂવારે પ્રસારકો, DTH ઓપરેટર્સ અને મલ્ટી ઓપરેટર્સ (MSO)ની સાથે બેઠક કરી હતી. બધાએ આ નિયમને જલદી લાગૂ કરવાનું સમર્થન કર્યું હતું. જોકે તેમણે આ અનુરોધ કર્યો હતો કે ગ્રાહકોને થોડો વધુ સમય આપવામાં આવે જેથી તે સરળ રીતે સર્વિસિઝના વિકલ્પોને પસંદ કરી શકે.
આવો પહલાં સમજીએ કે ટ્રાઇની ગાઇડલાઇન્સ શું છે. હવે દર્શકોને ફક્ત તે ચેનલો માટે ચૂકવણી કરવી પડશે, જે તે જોવા માંગે છે. બધા બ્રોડકાસ્ટર્સ પેકેજમાં ચેનલ આપે છે, એટલે કે તમારે તમારી મનપસંદ ચેનલ જોવા માટે કેટલીક એવી ચેનલ્સ માટે પૈસા આપવા પડી શકે છે, જે તમે ક્યારે જોતા નથી.
TV જોનારાઓ માટે 1 જાન્યુઆરીથી બદલાશે આ બે નિયમ, મનપસંદ ચેનલ જોવી બનશે મોંઘી
શું છે નવા ટેરિફ નિયમ
નવી ગાઇડલાઇન્સ અનુસાર ટીવી દર્શકોને 100 ફ્રી ટૂ એર ચેનલ મળશે. તેમાં 26 ચેનલ દૂરદર્શનની રહેશે. તેના માટે તેમને ટેક્સ દૂર કરીને 130ની ચૂકવણી કરવી પડશે. આ ઉપરાંત પોતાની મનપસંદ ચેનલ જોવા માટે નક્કી રકમની ચૂકવણી કરવી પડશે. બધા મુખ્ય બ્રોડકાસ્ટર્સે પોતાના પેકેજ એનાઉંસ કર્યા છે. ઝી એન્ટરટેનમેંટનું પેકેજ 45 રૂપિયા અને સ્ટાર ઇન્ડિયાનું પેકેજ 49 રૂપિયાથી શરૂ થઇ રહ્યું છે. સોની પિક્ચર્સ નેટવર્કનું એચડી પેકેજ 90 રૂપિયામાં મળી રહ્યું છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ થશે 50,000 સુધી સસ્તા, પેટ્રોલ-ડીઝલ કાર્સ ખરીદનારાઓના ખિસ્સા થશે ખાલી
કેટલો થશે ઇંસ્ટોલેશન ચાર્જ?
નવા નિયમો અનુસાર હવે દેશભરમાં ચેનલનો ચાર્જ એક જ રહેશે. એટલે કે હવે રીઝનલ પ્રાઇઝિંગ કરી શકાશે નહી. જો કોઇ ચેનલની એમઆરપી 19 રૂપિયાથી વધુ છે તો તેને કોઇ પેકેજમાં સામેલ કરી ન શકાય. તેને અલગથી ખરીદવું પડશે. બ્રોડકાસ્ટર 90 દિવસથી વધુ માટે પ્રમોશનલ ઓફર ન આપી શકે. હવે નવા ગ્રાહકોથી વન ટાઇમ ઇંસ્ટોલેશન ચાર્જીસ તરીકે 350 રૂપિયાથી વધુ ન લઇ શકાય. આ પ્રકારે એક્ટિવેશન ચાર્જ 100 રૂપિયાથી વધુ નહી હોય. આમ જોવા જોઇએ તો ગ્રાહકો માટે સુવિધાઓ વધી છે. પરંતુ આવું ફક્ત સિલેક્ટેડ ચેનલ જોનારા ગ્રાહકો માટે જ છે.
મોદી સરકારનું 'વિશેષ' ફરમાન, 15 જાન્યુઆરી પછી પહેરવું પડશે ફક્ત આ ખાસ હેલમેટ
કિંમતોમાં વધારો કેવી રીતે થશે?
અત્યાર સુધી ટાટા સ્કાઇ, ડિશ ટીવી અથવા ડેન જેવા નેટવર્ક તમને પેકેજની ઓફર કરે છે. ગ્રાહકોને આકર્ષવા માટે મોટા ભાગે આકર્ષક પ્રમોશનલ પેકેજ આપે છે. હવે તેના પર લગામ લાગી જશે અને ગ્રાહકોને પોતે ચેનલ સિલેક્ટ કરવી પડશે અને તે મુજબ ચૂકવણી કરવી પડશે. એવામાં નવા નિયમોથી બેસિક પેકેજની કિંમતોમાં ઘટાડો ન થાય, અથવા આ પેકેજ થોડું સસ્તુ પડી જશે. પરંતુ મીડિયમ પેકેજ અને પ્રીમિયમ પેકેજનો ખર્ચ વધશે તે નક્કી છે. ફાયદો ફક્ત તે ગ્રાહકોનો છો જે ફક્ત ચેનલ લેવા માંગે છે. પરંતુ જો તમે ઇચ્છો તો તમારા ત્યાં બધી ચેનલ આવે, તો તમારે વધુ પૈસા આપવા પડશે.