નવી દિલ્હી: Okinawa Electric એક નવું ઇ-સ્કૂટર લાવવાની તૈયારીમાં છે. કંપનીએ તાજેતરમાં જ તેની જાહેરાત કરી હતી. Okinawa Lite નામથી લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલાં તેની તસવીર લીક થઇ ગઇ છે, જેથી આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની ઘણી ડીટેલ સામે આવી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે નવા સ્કૂટરમાં ડિટેચેબલ લિથિયમ-આયન બેટરી મળશે. ફૂલ ચાર્જ કરતાં આ સ્કૂટર 150 કિલોમીટરની રેંજ આપશે અને તેની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજાજ ચેતકનો ઇલેક્ટ્રિક અવતાર, જાણો 5 ખાસ વાતો


લીક તસવીરો સ્પષ્ટ થયું છે કે સ્કૂટરના એપ્રન પર યૂનિક હેડલેમ્પ કલસ્ટર મળશે. તેમાં U-શેપ એલઇડી ડીઆરએલ અને પ્રોજેક્ટર સ્ટાઇલ સેટઅપ સાથે ટ્વિન પોડ હેડલાઇટ્સ છે. ફ્રન્ટ હેડલબાર માસ્કમાં ડ્યૂલ-ટોન ડિઝાઇન આપવામાં આવી છે. સ્કૂટરની પાછળની તરફ મોટી ટેલ-લેમ્પ ક્લસ્ટર છે, જેની અંદર ઘણી એલઇડી લાઇટ્સ છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની ઓવરઓલ ડિઝાઇન ખૂબ જ મોર્ડન છે. 

Volvo એ લોન્ચ કરી XC40 Recharge SUV, સિંગલ ચાર્જ કરતાં દોડશે 400 કિલોમીટર


ફીચર્સ
ફીચર્સની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફૂલ-ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, ત્રણ રાઇડિંગ મોડ્સ (લો, હાઇ અને એક્સીડ) અને ડિસ્પ્લે પર મોટું સ્પીડોમીટર, તથા ટેકોમીટર અને પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ જેવા ફીચર્સ મળશે. સ્ટાર્ટ/સ્ટોપ બટનની બાજુમાં સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ સાથે યૂએસબી ચાર્જર પણ આપવામાં આવશે.

ભારતમાં લોન્ચ થઇ ટાટા ટિગોર EV, 213 કિમીની આપશે માઇલેઝ જાણો શું છે કિંમત અને ખાસિયત


બ્રેકિંગ
ઓકિનાવા લાઇટના મોટર અને પાવર જેવા ટેક્નિકલ ડીટેલ પણ હજુ સામે આવ્યા નથી. બ્રેકિંગની વાત કરીએ તો તેના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક મળશે. કંપને ડિસ્કનું ઓપ્શન પણ આપી શકે છે. સ્કૂટરમાં એલોય વીલ્ઝ અને ટ્યૂબલેસ ટાયર આપશે.