ઓલાએ પોતાના સૌથી સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર Ola S1 X+ પર યર એન્ડ ઓફર (Year End Offer) ની જાહેરાત કરી છે. જે હેઠળ કંપની આ ઈલેક્ટ્રિક સ્કૂટર પર 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. Ola S1 X+ ને ઓગસ્ટ 2023 માં 1.10 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત પર લોન્ચ કરાયું હતું. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 89,999 રૂપિયા (એક્સ શો રૂમ) થઈ ગઈ છે. આ ઓફર 31 ડિસેમ્બર 2023 સુધી લાગૂ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલાનું કહેવું છે કે કંપની આ ઈલેક્ટ્રિક સ્કૂટર એક પેટ્રોલ સ્કૂટરના ભાવમાં વેચી રહી છે. બજારમાં Ola S1 X+ નો મુસાબલો અન્ય સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટરો સાથે તો છે જ પરંતુ સાથે સાથે એક્ટિવા 125 અને અન્ય 125સીસી પેટ્રોલ સ્કૂટરોને પણ ટક્કર આપે છે. 


કંપનીનો દાવો છે કે Ola S1 X+ ઈલેક્ટ્રિક સ્કૂટરને બિલકુલ નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. કંપનીએ તેના ચેસિસને વધુ મજબૂત બનાવવા માટે ફેરફાર કર્યો છે. કંપની દાવો કરે છે કે નવા ડિઝાઈન પ્લેટફોર્મથી બેટરીની થર્મલ એફિશિયન્સીમાં સુધારો થયો છે. આ સાથે જ સ્કૂટર હવે વધુ સેફ પણ થઈ ગયું છે. S1Xને 2Kwh અને 3KWh બેટરી પેક સાથે રજૂ કરાયું છે. જ્યારે તેના ટોપ મોડલ S1X+ માં 3KWh નું બેટરી પેક લગાવવામાં આવ્યું છે. S1X+ ની વાત કરીએ તો તેના પાછળ પૈડામાં 6KWની ઈલેક્ટ્રિક હબ મોટર લગાવવામાં આવી છે જે 8 બીએચપીનો પાવર જનરેટ કરે છે. તે 3.3 સેકન્ડમાં 0-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. 


તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે. જ્યારે ફૂલ ચાર્જ હોય તો આ સ્કૂટર 151 કિમીની ડ્રાઈવ રેન્જ ઓફર કરે છે. Ola S1X રેન્જના ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં 5 ઈંચ ટીએફટી ડિસ્પ્લે, બ્લૂટુ કેનેક્ટિવિટી, એન્ટીથેફ્ટ લોક અને કીલેસ લોક અનલોક સિસ્ટમ જેવા ફીચર્સ મળે છે. 


કંપનીએ આ સ્કૂટરમાં સ્ટીલ વ્હીલ્સ આપ્યા છે. આ સ્કૂટર ફક્ત ડ્રમ બ્રેકમાં જ આવે છે. આ બધા ઉપરાંત સ્કૂટર સાથે 350W અને 500W નો ચાર્જર ઓપ્શન આપવામાં આવ્યો છે. નવા S1X રેન્જના ઈલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી સપ્ટેમ્બરમાં શરૂ થઈ ગઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube