નવી દિલ્હી: જો તમે ડીટીએચ, પોસ્ટપેડ મોબાઇલ કનેક્શન, બ્રોડબેન્ડ અને લેન્ડલાઇન કનેક્શન (DTH, Postpaid Mobile Connection, Broadband) માટે અલગ-અલગ બિલ જમા કરાવો છો તો તમને તેનાથી મુક્તિ મળી જશે. ઘરેલૂ ટેલીકોમ કંપની એરટેલે એક ખાસ પ્લન વન એરટેલ (One Airtel) રજૂ કર્યો છે જેમાં તમને એક જ કનેક્શનમાં ડીટીએચ, પોસ્ટપેડ, બ્રોડબેન્ડ અને લેન્ડલાઇન સર્વિસની સુવિધા મળી જાય છે. આટલી સર્વિસ માટે તમારે અલગ-અલગ નહી, પરંતુ એક જ બિલ ચૂકવવું પડે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમાં યૂઝર્સને વન બિલ, વન કોલ સેન્ટર, જીરો સ્વિચિંગ કોસ્ટ જેવી નવી ખાસ સર્વિસ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એરટેલે આ પ્લાનને લઇને પોસ્ટર પણ જાહેર કર્યું છે. નવા વન એરટેલના સૌથી બેસિક પ્લાનમાં પોસ્ટપેડ પ્લાનના બેનિફિટ્સ છે, જેમાં અનલિમિટેડ કોલિંગ અને 85 જીબી ડેટા મળશે. પ્લાનમાં 500 રૂપિયાનું ટીવી પેક ઓફર કરવામાં આવ્યું છે. 


ડેટા માટે તેમાં એરટેલ એક્સટ્રીમ ફાઇબરનો પ્લાન મળશે જે 100Mbps સ્પીડ અને 500GB ડેટા સાથે આવે છે. એટલું જ નહી, આ પ્લાનમાં એરટેલ અનલિમિટેડ કોલિંગવાળી લેન્ડલાઇન સર્વિસ પણ મળી રહી છે. 


કંપનીએ ત્રણ પ્લાન પણ ઓફર કર્યા છે
એરટેલે 799, 1199 અને 4999 રૂપિયા ત્રણ નવા પ્લાન ગત મહિને જ રજૂ કર્યા છે. કંપનીએ આ 799 રૂપિયામાં ભારત અને જે દેશમાં તમે સફર કરી રહ્યા છે, તેના માટે 100 મિનિટ અને 30 દિવસ માટે અનલિમિટેડ ઇનકમિંગ SMS ની સુવિધા મળશે. 


આ પ્રકારે 1199 રૂપિયાના આ નવા પ્લાનમાં 1GB ડેટાની સાથે-સાથે ભારત અને જે દેશમાં સફર કરી રહ્યા છે, તેના માટે 100 મિનિટ મળશે. 30 દિવસ માટે અનલિમિટેડ ઇનકમિંગ SMS પણ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube