એક મહિના માટે સૌથી સસ્તા રિચાર્જ, જાણો Jio, Airtel, BSNL અને VI ના પ્લાન
એક મહિનાની વેલિડિટી સાથે મળનાર આ પ્લાનમાં તમામ કંપનીઓ તમને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા આપી રહી છે. આવો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ.
નવી દિલ્હીઃ જો તમે એક મહિના માટે પોતાના ફોનમાં રિચાર્જ કરાવો છો તો અમે તમને Jio, Airtel, BSNL અને Vodafone-Idea ના એક મહિનાવાળા સસ્તા રિચાર્જ પ્લાન જણાવી રહ્યાં છીએ. એક મહિનાની વેલિડિટી સાથે મળનાર આ પ્લાનમાં તમામ કંપનીઓ તમને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા આપી રહી છે. આવો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ.
jio નો 1 મહિનાવાળો પ્રીપેડ પ્લાન- જો તમે જીયોના ગ્રાહક છો તો તમને 24 દિવસની વેલિડિટી સાથે 149 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન મળી જશે. આ પ્લાનમાં તમને દરરોજ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય દરરોજ 100SMS મળશે. જો તમે 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન ઈચ્છો છો તો તમારે 199 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5 જીબી ઇન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળશે.
આ પણ વાંચો- Vivo V21 SE જલદી ભારતમાં થઈ શકે છે લોન્ચ, મળશે 5G સપોર્ટ
Airtel નો 1 મહિનાવાળો પ્રીપેડ પ્લાન- એરટેલમાં પણ તમને 149 રૂપિયાનો પ્લાન મળી જશે. પરંતુ આ પ્લાનમાં તમને કુલ 2 જીબી ડેટાા આપવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં અનલિમિટેડ કોલિંગ તથા 300 SMS મળી રહ્યાં છે. તમે 219 રૂપિયાવાળો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં દરરોજ 1જીબી ડેટા અને 100 SMS, 28 દિવસની વેલિડિટી અને અનલિમિટેડ કોલિંગ મળે છે.
Vodafone idea નો મહિનાવાળો પ્રીપેડ પ્લાન- તમને વોડાફોન-આઇડિયા પણ 149 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, રુલ 3 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 300 SMS મળી રહી છે. જો તમે 199 રૂપિયાનો પ્લાન ખરીદો તો તમને દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 SMS મળશે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે.
આ પણ વાંચોઃ Reliance Jio નો બેસ્ટસેલર પ્લાન 199 રૂપિયામાં, મળશે અનલિમિટેડ કોલ અને ડેટા
BSNL નો પ્લાનઃ જો તમે બીએસએનએલનો ઉપયોગ કરો છો તો તમને 187 રૂપિયામાં પ્લાન મળી જશે. જેમાં 28 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાન એમટીએનએલ વિસ્તાર જેમ કે દિલ્હી અને મુંબઈમાં પણ કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube