Offer: આ ફોન પર મળી રહ્યું છે 21,000 રૂપિયા સુધીનું ધાંસૂ ડિસ્કાઉન્ટ, ખરીદતા પહેલા આ ઓફર જરૂર ચેક કરો
આજના સમયમાં OnePlus ફોન iPhone ના સ્માર્ટફોનને આકરી ટક્કર આપી રહ્યા છે. આઈફોન અને સેમસંગની સાથે સાથે હવે વનપ્લસની માંગણી પણ વધી રહી છે અને લોકો આ કંપનીના સ્માર્ટફોન ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.
OnePlus 9 Discount Offer: આજના સમયમાં OnePlus ફોન iPhone ના સ્માર્ટફોનને આકરી ટક્કર આપી રહ્યા છે. આઈફોન અને સેમસંગની સાથે સાથે હવે વનપ્લસની માંગણી પણ વધી રહી છે અને લોકો આ કંપનીના સ્માર્ટફોન ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. યૂઝર્સ વચ્ચે વધતી માગણી જોતા કંપની પણ પોતાના નવા અને લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. હાલમાં જ કંપનીએ OnePlus 9 સિરીઝ લોન્ચ કરી હતી, જે હેઠળ OnePlus 9, Oneplus 9R ને લોન્ચ કરાયા હતા. જો તમે પણ તમારા ખિસ્સામાં Oneplus નો કોઈ સ્માર્ટફોન રાખવા માંગતા હોવ તો તમે તેના પર 21,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકો છો. જાણો કેવી રીતે....
OnePlus 9 પર ધાંસૂ ડિસ્કાઉન્ટ
OnePlus 9 ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટ ની કિંમત 49,999 રૂપિયા છે. ઈ કોમર્સ કંપની અમેઝોન (Amazon) એ આ ફોનને પોતાની ઓફર્સવાળા સ્માર્ટફોનની યાદીમાં સામેલ કર્યો છે. હવે તમે આ સ્માર્ટફોન વધુ સસ્તામાં ખરીદી શકો છો.
કેટલું મળે છે ડિસ્કાઉન્ટ
જો તમારી પાસે HDFC નું ક્રેડિટ કાર્ડ હશે તો પહેલા તો તમને 3000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આવામાં તમને 49,999 નો સ્માર્ટફોન 46,999 રૂપિયામાં મળશે. આ ઉપરાંત હવે તમે એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકો છો. જો તમે જૂનો સ્માર્ટફોન ઉપયોગ કરી રહ્યા છો તો તેને એક્સચેન્જ કરીને 18,150 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. એટલે કે બધુ મળીને જુઓ તો તમને વનપ્લસ 9 સ્માર્ટફોન પર 21000 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે.
Jio Phone Next: રિલાયન્સ જિયોનો એકદમ સસ્તો 4G સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
OnePlus 9 ના સ્પેસિફિકેશન
કંપની તમને આ સ્માર્ટફોનમાં 6.55 ઈંચનું HD+AMOLED ડિસ્પ્લે આપી રહી છે. આ ફોનમાં 120Hz નો રિફ્રેશ રેટ મળે છે. ડિસ્પ્લે બચાવવા માટે ખાસ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં તમને Snapdragon 888 chipset આપવામાં આવ્યું છે. તેમાં તમને 8 જીબી અને 12 જીબી રેમનો વેરિએન્ટ પણ મળે છે.
OnePlus 9 નો કેમેરા
OnePlus 8T ની જેમ જ વનપ્લસ 9માં પ્રાઈનમરી કેમેરા 48MP નો છે. જેમાં Sony IMX689 નો સેન્સર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન 8K, અન 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ ફોનના કેમેરામાં તમને 50MP અલ્ટ્રા એંગલનો સેન્સર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં 16MP નો સેલ્ફી કેમેરા અપાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube