નવી દિલ્હીઃ વનપ્લસના 5G સ્માર્ટફોન OnePlus 9 Pro પર શાનદાર ડીલ મળી રહી છે. એમેઝોન ઈન્ડિયા પર ફોનને તમે 10 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકો છો. 10 હજાર રૂપિયાની આ છૂટમાં 5 હજાર રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ અને  ICICI બેન્કના ક્રેડિટ/ડેવિડ કાર્ડથી પેમેન્ટ કરવા પર મળનાર 5 હજારનું તત્કાળ ડિસ્કાઉન્ટ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનપ્લસ 9 પ્રો 5G પર મળનાર આ ઓફર ફોનના બે વેરિએન્ટ (8જીબી+128જીબી અને 12જીબી+256જીબી) પર ઉપલબ્ધ છે. જો તમે ફોનને એક્સચેન્જ ઓફર હેઠળ ખરીદો છો તો તમને 19950 રૂપિયા સુધીનો વધારાનો ફાયદો થઈ શકે છે. ફોનને તમે આકર્ષક નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો.


વનપ્લસ 9 પ્રો 5G ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 3216x1440 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.7 ઇંચની LTPO ફ્લૂઇડ AMOLED LTPO ડિપ્લ્સે આપી રહી છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 20.1:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. વનપ્લસનો આ ફોન 8જીબી અને 12 જીબી રેમ વિકલ્પમાં હાજર છે. 256જીબી સુધીના ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનમાં પ્રોસેસર તરીકે ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 ચિપસેટ આપવામાં આવી છે. 


આ પણ વાંચોઃ દરરોજ 5 રૂપિયાથી ઓછો ખર્ચ, Reliance Jio ના આ સસ્તા પ્લાનના જબરદસ્ત ફાયદા


ફોટોગ્રાફી માટે આ ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો, એક 8 મેગાપિક્સલનો ટેલિફોટોકેમેરો અને એક 2 મેગાપિક્સલનો મોનોક્રોમ લેન્સ આપવામાં આવ્યો છે. તો સેલ્ફી માટે ફોનમાં તમને 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. 


ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં  4500mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી વોર્પ ચાર્જ 65T ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આ સિવાય ફોનમાં તમને 50 વોટનો વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. ઓએસની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોયડ 11 પર બેસ્ડ OxygenOS પર કામ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube