Mobile માર્કેટમાં બૂમ પડાવવા વન પ્લસ લઈને આવી રહ્યો છે `જાદુગર ફોન`! `સાળોને સાઢુભાઈ` બધા જોઈ રહ્યાં છે આ ફોનની રાહ
નવી દિલ્લીઃ OnePlus કંપની પોતાનો વધુ એક નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. OnePlus 10 Pro આવતા અઠવાડિયે લોન્ચ થશે. આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન થોડા સમય પહેલા લીક થઈ ગયા છે. ડિઝાઈન કેવી હશે, તે પણ હવે વધુ સ્પષ્ટ થયું છે. ઘણા રેન્ડરો સામે આવ્યા છે. લોન્ચ પહેલા કંપનીના કો-ફાઉન્ડર અને Pete Lauએ પોતે OnePlus 10 Proના સ્પેસિફિકેશન વિશે જણાવ્યું છે. તેણે ફોનના કેમેરા, બેટરી અને ચિપસેટ વિશે જણાવ્યું છે. આ સિવાય સાઈઝ પણ જણાવવામાં આવી છે.
તેણે ટ્વીટમાં કહ્યું છે કે OnePlus 10 Proમાં Android 12 આધારિત Oxygen OS 12 આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં Fluid AMOLED ડિસ્પ્લે હશે અને તેની સાથે સેકન્ડ જનરેશન LTPO ટેક આપવામાં આવશે. OnePlus 10 Proમાં 120Hz રિફ્રેશ રેટની સ્ક્રીન હશે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટ આપવામાં આવશે. આજ પ્રોસેસર Realme GT 2 Proમાં પણ આપવામાં આવ્યું છે. આ ફોનમાં UFS 3.1 આધારિત 256GB સ્ટોરેજ આપવામાં આવશે.
કેમેરાની વાત કરવામાં આવે તો OnePlus 10 Proમાં સેકન્ડ જનરેશન હેસલબ્લેડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 48, 50 અને 8 મેગાપિક્સલના સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે. OnePlus 10 Proમાં 5000mAh બેટરી આપવામાં આવી છે અને તેની સાથે 80W સુપર VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. આ સાથે 50W AirVOOC વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે.
OnePlus 10 Pro કંપની બ્લેક અને ફોરેસ્ટ કલર વિકલ્પો સાથે ઓફર કરી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન IP68 રેટિંગનો હશે જે તેને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ પણ બનાવે છે. કંપની 11 જાન્યુઆરીએ OnePlus 10 Pro લોન્ચ કરી શકે છે. જો કે હાલમાં તેને ચીનમાં જ લોન્ચ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં કંપની તેને ભારતમાં પણ લોન્ચ કરશે.