OnePlus એ માર્કેટમાં પડાવી બૂમ! જાણો કેમ લોન્ચ થતાં પહેલાં જ આ ફોન છે ચર્ચામાં
OnePlus પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન 9RTને ચીનમાં 13 ઓક્ટોબરના લોન્ચ કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ફોન ભારતમાં આ મહિને લોન્ચ થશે. જો કે કંપનીએ આના પર કોઈ ઓફિશિયલ માહિતી આપી નથી. ફોન અંગે ટિપ્સ્ટર મુકુલ શર્માએ માહિતી આપતા કહ્યું કે OnePlus 9RTને ગૂગલ સપોર્ટેડ ડિવાઈસ લીસ્ટ અને ગૂગલ પ્લે લિસ્ટિંગ વેબસાઈટ પર થોડા અલગ નામ સાથે લીસ્ટ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ OnePlus પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન 9RTને ચીનમાં 13 ઓક્ટોબરના લોન્ચ કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ફોન ભારતમાં આ મહિને લોન્ચ થશે. જો કે કંપનીએ આના પર કોઈ ઓફિશિયલ માહિતી આપી નથી. ફોન અંગે ટિપ્સ્ટર મુકુલ શર્માએ માહિતી આપતા કહ્યું કે OnePlus 9RTને ગૂગલ સપોર્ટેડ ડિવાઈસ લીસ્ટ અને ગૂગલ પ્લે લિસ્ટિંગ વેબસાઈટ પર થોડા અલગ નામ સાથે લીસ્ટ કરવામાં આવ્યો છે.
લીસ્ટિંગ મુજબ, OnePlus 9RTને ભારતમાં OnePlus RTના નામ સાથે લોન્ચ કરવામાં આવી શકે. જો કે આના પર કંપનીએ વધુ માહિતી આપી નથી. જો કે ફોનના સ્પેસિફિકેશન સામે આવ્યા છે. આવો જોઈએ ફોનની તમામ માહિતી. OnePlus 9RTમાં 6.62 ઈંચની E4 OLED સ્ક્રિન આપવામાં આવી છે. ફોનની રિફ્રેશ રેટ 120Hz છે. આ ફોનની પીક બ્રાઈટનેસ 1300 nits છે. આ ફોન HDR10+ સર્ટીફિકેશનને સપોર્ટ કરે છે. આમાં Qualcomm Snapdragon 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
OnePlus 9RTમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનનો પ્રાઈમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે. સાથે જ 16 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનનામાં 4500mAHની બેટરી આપવામાં આવી છે. ફોનને સુપરફાસ્ટ ચાર્જ કરવા માટે Warp Charge 65W સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 40થી 44 હજારને આસપાસ રહી શકે છે.