OnePlus ભારતમાં અને અન્ય દેશોમાં 16 જુલાઈએ એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવી શકે છે. આ ઈવેન્ટ દરમિયાન કંપની પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ હેન્ડસેટનું નામ OnePlus Nord 4 હશે. વનપ્લસે 16 જુલાઈએ તેની સાથે Summer Launch eventની ડેટ પણ કન્ફર્મ કરી છે અને કંપનીએ એક ઈમેજ ટીઝ કરી છે. આ ઈમેજમાં Nord નામની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવામાં આ OnePlus Nord 4 જ હશે. કંપનીએ અગાઉ Nord પોર્ટફોલિયો હેઠળ આવનાર Lite અને CE મોડલને પહેલેથી જ લોન્ચ કર્યા છે. સત્તાવાર લોન્ચ ઇવેન્ટ પહેલા સંપૂર્ણ સ્પષ્ટીકરણ શીટ, ડેન્ડ્સ ઓન ઈમેઝ અને ભારતીય કિંમતનો ખુલાસો થઈ ગયો છે. આ જાણકારી એક અહેવાલને ટાંકીને આપવામાં આવી છે. આવો તેના વિશે ડિટેલ્સમાં જાણીએ.


OnePlus Nord 4 ફીચર્સ અને કિંમત
OnePlus Nord 4 માં 6.74-ઇંચ OLED Tianma U8+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તે 1.5K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ઉપરાંત આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં 2150nits પીક બ્રાઈટનેસ છે. તેની કિંમત 31,999 રૂપિયા હોઈ શકે છે. જો કે હજુ સુધી કંપનીએ આ અંગે કોઈ માહિતી આપી નથી.


OnePlus Nord 4 નું પ્રોસેસર
OnePlus Nord 4 માં Qualcomm Snapdragon 7+ Gen 3 ચિપસેટ હોઈ શકે છે. તેમાં 5,500mAh બેટરી છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગ ધરાવે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 ઓએસ પર કામ કરે છે. આમાં યુઝર્સને 3 વર્ષ માટે એન્ડ્રોઈડ ઓએસ અને 4 વર્ષ માટે સિક્યોરિટી પેચ આપવામાં આવ્યા છે.


OnePlus Nord 4 નો કેમેરા સેટઅપ
રિપોર્ટ અનુસાર OnePlus Nord 4માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. તેમાં પ્રાઈમરી કેમેરા 50MPનો છે. સેકન્ડરી કેમેરામાં 8-મેગાપિક્સલ IMX355 અલ્ટ્રાવાઇડ એંગલ છે. આગળના ભાગમાં 16-મેગાપિક્સલનો સેમસંગ S5K3P9 કેમેરા છે. તેમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ઘણા સારા ફીચર્સ આપવામાં આવશે.