નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની વનપ્લસ પોતાની અફોર્ડેબલ ડિવાઇસ  OnePlus Nord ભારતમાં લોન્ચ કરવા તૈયાર છે અને તેની સાથે જોડાયેલી માહિતી સતત સામે આવી રહી છે. 21 જુલાઈએ લોન્ચ થનારા આ ફોનના ઘણા ઓફિશિયલ ટીઝર પણ સામે આવી રહ્યાં છે અને કંપની તેને ટ્રૂલી વાયરલેસ ઇયરબડ્સ  OnePlus Budsની સાથે ઉતારવાની છે. આ ડિવાઇસ પાવરફુલ સ્પેસિફિકેશન અને 90Hz AMOLED ડિસ્પ્લે ઓછી કિંમતમાં ઓફર કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા OnePlus Nordને અફોર્ડેબલ પ્રાઇઝ રેન્જની સાથે ઉતારવામાં આવશે અને લોન્ચ પહેલા ફોનના કેમેરાની માહિતી સામે આવી છે. વનપ્લસે પહેલા જ જણાવી દીધું હતું કે, તેમાં રિયર પેનલ પર ચાર અને સેલ્ફી માટે બે કેમેરા સેન્સર આપવામાં આવશે. હવે વનપ્લસના ઇમેજિંગ ડાયરેક્ટર સિમોન લ્યૂએ કેમેરા સ્પેસિફિકેશન કન્ફર્મ કર્યા છે અને જણાવ્યું કે, આ સેન્સર ક્યા હશે. લ્યૂએ વનપ્લસ ફોરમમાં નવા સ્માર્ટફોન નોર્ડના કેમેરાની માહિતી શેર કરી છે. 


48 મેગાપિક્સલનો ક્વોડ કેમેરા
OnePlus Nordમાં કેમેરાની વાત કરીએ તો તેમાં 48 મેગાપિક્સલનું 
 Sony IMX586 પ્રાઇમર સેન્સર મળશે. આ સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો, એક 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો અને ચોથો મૈક્રો સેન્સર પણ બેક પેનલ પર આપવામાં આવશે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને બીજું સેકેન્ડરી સેન્સર પણ આપવામાં આવશે. આ રીતે રિયર પર ક્વોડ અને ફ્રંટ પેનલ પર ડ્યૂલ કેમેરા સેટઅપ મળવાનું છે. 


Samsung એ લોન્ચ કર્યા 10 હજારથી ઓછી કિંમતનો ફોન, ફીચર્સ છે જોરદાર


AI ફેસ ડિટેક્શનનો સપોર્ટ
ફોરમ પર શેર કરવામાં આવેલા બ્લોગ પોસ્ટમાં લ્યૂએ કહ્યુ, નોર્ડના બંન્ને ફ્રંટ ફેસિંગ કેમેરા એવા અલ્ગોરિધમની સાથે આવશે, જે AI અને લોન્ગ એક્સપોઝર ટેક્નોલોજીની મદદથી સેલ્ફીને બ્રાઇટ-અપ કરે છે અને લો લાઇટમાં નોઇસને પણ ઓછો કરી દે છે. તેમણે જણાવ્યું કે,  OnePlus Nord ના ફ્રંટ કેમેરામાં મળનાર AI ફેસ ડિટેક્શન ફીચર સપોર્ટ દરેક સેલ્ફીને શાર્પ અને ક્લિયર બનાવશે. ફોનમાં સ્નૈપડ્રેગન પ્રોસેસર મળશે અને 12 જીબી સુધી રેમ આપવામાં આવશે. તેમાં 4115mAhની બેટરી 30W વાર્પ ચાર્જ સપોર્ટની સાથે મળશે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube