Digital Transaction/ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમારાથી ક્યારેય ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે, ડિજિટલ પેમેન્ટ ખોટા મોબાઈલ નંબર પર કર્યા છે. જો તમારી સાથે પણ આ પ્રકારની ઘટના બની છે તો આ સમાચાર તમારા માટે જ છે. ઘણી વખતે તમારી સાથે પણ આવુ થાય છે કે,ઓનલાઈન અથવા ડિજિટલ કોઈ વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરવા જાઓ અને તે રૂપિયા ખોટા વ્યક્તિના એકાઉન્ટમાં  ટ્રાન્સફર થઈ જતા હોય છે. આ રૂપિયાને પરત લેવા માટે ઘણી મગજમારી કરવી પડે છે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે RBIએ Ombudsman Schemes 2021-22ની રિપોર્ટ જાહેર કરી છે. RBIના રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં ખોટા ડિજિટલ પેમેન્ટ અથવા ટ્રાન્ઝેક્શનની ઘણી ફરિયાદ આવી છે. ખોટા ટ્રાન્ઝેક્શનમાં પૈસા પરત ન કરવામાં સિસ્ટમ પાર્ટિસિપેન્ટ બેંકનો 6.1 ટકા રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતા સમયે ઘણું ધ્યાન રાખતા હોય છે. પરંતુ ઘણી વખતે ભૂલ થઈ જતી હોય છે. આ ભૂલથી તમારી મહેનતની કમાણી ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતી હોય છે. ત્યારે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આ રૂપિયાને કઈ રીતે પરત લાવી શકાય છે.


બેંકને તરત માહિતી આપો-
જો તમે કોઈ ખોટા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો તો ત્યારે જ તમારે બેંકને આ મામલે માહિતી આપવી જોઈએ. કસ્ટમર કેરને ફોન કરીને તમામ જાણકારી આપવી જોઈએ. જો બેંક તમને ઈ-મેઈલ કરીને માહિતી આપવાનું કહે તો તે ઈમેઈલ પણ કરી દેવુ જોઈએ. બેંકને ટ્રાન્ઝેક્શનની તારીખ, સમય, એકાઉન્ટ નંબર સહિતની માહિતી આપી દેવી જોઈએ.


ખાતામાં સેવ કરાયેલી માહિતીને સુધારો-
તમે જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, સૌપ્રથમ તે ચકાસી લો. એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ ખોટો છે. તેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. જો તમને આ વિશે જાણકારી નથી તો પોતાની બેંકમાં જઈને બ્રાંચ મેનેજર સાથે સંપર્ક કરો. બેંક બ્રાંચ મેનેજરને ખોટા ટ્રાન્ઝેક્શન વિશે તમામ માહિતી આપો. અને આ રૂપિયા ક્યા ટ્રાન્સફર થયા છે, તેની તમામ માહિતી પોતાની પાસે રાખો. 


જો તમારા ખાતામાંથી રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા છે તો તેને આવતા સમય લાગશે. આ પ્રકારના વ્યવહારને હલ કરવામાં કેટલિક વખત 2 મહિના સુધીનો પણ સમય લાગતો હોય છે. સાથે જ જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે, તેમની સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. તેમની સહમતિથી જ તમને તમારા રૂપિયા પરત મળશે