Online Bank Fraud: ઠગ લોકોને ફિશિંગ લિંક મોકલી રહ્યા છે. જેમાં તેને કેવાઈસી અને પાન કાર્ડની ડિટેઈલ્સ માંગે છે અને કહે છે કે તેઓ પ્રોસેસ નહીં કરે તો તેમનું ખાતું બ્લોક કરી દેવામાં આવશે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે.આજકાલ દેશમાં સાયબર હુમલાઓ વધી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈમાં એક ખાનગી બેંકના ઓછામાં ઓછા 40 ગ્રાહકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે જેની પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ગ્રાહકોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે આવા ગ્રાહકોને છેતરવા માટે ફોન પર કેવાઈસી અને પાન કાર્ડ અપડેટ સાથે જોડાયેલો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જ્યારે લોકોએ તેના પર ક્લિક કર્યું તો તેના ખાતામાંથી પૈસા ઉડી ગયા. અત્યાર સુધીમાં લગભગ 40 ગ્રાહકો સાથે આવું થયું છે. ઠગોએ આ પ્લાન 3 દિવસમાં એવી રીતે લાખો રૂપિયા ઉડાવ્યા કે જ્યારે લોકોને ખબર પડી ત્યારે મોડું થઈ ગયું. આ ઠગાઈનો શિકાર ટીવી એક્ટ્રેસ શ્વેતા મેનન પણ છે.


મામલાની ગંભીરતા જોતા હવે મુંબઈ પોલીસે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બેંક કોઈ અજાણ્યા નંબર પરથી આવેલી લિંક પર ક્લિક ન કરો. ઠગ લોકોને ફિશિંગ લિંક મોકલી રહ્યા છે. જેમાં તેને કેવાઈસી અને પાન કાર્ડની ડિટેઈલ્સ માંગે છે અને કહે છે કે તેઓ પ્રોસેસ નહીં કરે તો તેમનું ખાતું બ્લોક કરી દેવામાં આવશે. આ લિંકથી તેઓ એક બનાવટી લિંક પર જાય છે. અહીં જેવા ગ્રાહક આઈડી પાસવર્ડ નાખે કે તરત ઠગ તેને રેકોર્ડ કરી લે છે.


ટીવી અભિનેત્રી સાથે થઈ ઠગાઈ-
શ્વેતા મેનને આ મામલે પોલીસમાં ફરિયાદ કરી અને કહ્યું કે ગયા ગુરુવારે તેની પાસે એક મેસેજ આવ્યો, જેમાં એક લિંક હતો. તેને લાગ્યું કે આ મેસેજ બેંકથી આવ્યો છે. જ્યારે તેમણે આ લિંક પર ક્લિક કર્યું તો એક પોર્ટલ ખુલ્યું, જેમાં કસ્ટમર આઈડી, પાસવર્ડ અને ઓટીપી મુકવા માટે કહેવામાં આવ્યું. બાદમાં બેંક અધિકારીના નામે એક મહિલાનો ફોન આવ્યો અને ઓટીપી માંગ્યો. આ મામલે તેને 57 હજારનો ચૂનો લગાવાયો છે. હાલ મુંબઈ પોલીસ ફરિયાદની તપાસ કરી રહી છે.