નવી દિલ્હી: હાલ ઓનલાઇન છેતરપિંડી થવા લાગી છે. ગત અઠવાડિયે જોર શોરથી ઇ-કોમર્સ કંપનીઓએ તહેવારી સેલ શરૂ કર્યો. પરંતુ તમામ વ્યવસ્થા હોવાછતાં યૂઝર્સ સાથે છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે. તાજો કેસ દિલ્હીથી સામે આવ્યો છે. દિલ્હીના એક ગ્રાહકે Amazon India માંથી ફેસ્લિટલ સેલ દરમિયાન નવો Redmi 8A Dual સ્માર્ટફોન ખરીદ્યો હતો. પરંતુ ગ્રાહકને Redmi 8A Dual સ્માર્ટફોનના રિટેલ બોક્સમાંથી કપડા ધોવાનો સાબુ નિકળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઇટ BGR.in ના અનુસાર દિલ્હીના રહેવાસી નમન વૈશએ સોશિયલ મીડિયા એકાઉન્ત ટ્વિટર પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે અમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ (Great Indian Sale) દરમિયાન તેમણે રેડમી 8A ડુઅલ સ્માર્ટફોન ઓર્ડર કર્યો હતો. જ્યારે શિપમેન્ટ તેમના ઘરે પહોંચ્યું તો તેમના હોશ ઉડી ગયા તેમને ફોનના રિટેલ બોક્સમાંથી 14 રૂપિયાવાળો રિન સાબુ મળ્યો.  

Flipkart ના Big Diwali Sale માટે થઇ જાવ તૈયાર, 80% સુધી મળશે ડિસ્કાઉન્ટ


અમેઝોન ઇન્ડિયા સેલ દરમિયાન આ છેતરપિંડી પર અમેઝોન તરફથી રિએક્શન આવ્યું છે. 91mobiles સાથે વાત કરતાં અમેઝોન ઇન્ડિયાએ કહ્યું કે કસ્ટમર-સેંટ્રિક કંપનીના નાતા, અમે અમારા તમામ ગ્રાહકોને પેકેજ સુરક્ષિત ડિલીવરી કરવાની સાવાધાની વર્તે છે. અમે આ ઘટનાની તપાસ કરી અને બાયર્સ માટે રિપ્લેસમેન્ટ જાહેર કર્યું છે. આ સાથે જ અમેઝોને બાયર્સની થયેલી અસુવિધા માટે ખેદ પણ વ્યક્ત કર્યો છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube