નવી દિલ્હીઃ ઓપ્પો ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં એ-સીરિઝનો નવો સ્માર્ટફોન Oppo A16 લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં આ સ્માર્ટફોન FCC સર્ટિફિકેશન સાઇટ પર જોવા મળ્યો છે, જેના કારણે ફોનના ઘણા જરૂરી ફીચર્સનો ખુલાસો પણ થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે ઓપ્પો એ16 સ્માર્ટફોનમાં  5,000mAh ની બેટરી, 10W ચાર્જિંગ સપોર્ટ, એક રેક્ટેન્ગુલર-શેપ વાળુ કેમેરા યુનિટ અને Android 11 સપોર્ટ જેવા ફીચર્સ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી હશે ફોનની ડિસ્પ્લે
આ કંપનીના OPPO A15 સ્માર્ટફોનનું સક્સેસર મોડલ હશે. ફોનમાં વોટરડ્રોપ નોચ ડિઝાઇનવાળી ડિસ્પ્લે મળી શકે છે. તેમાં બેઝલ-લેસ ડિઝાઇન જોવા મળશે નહીં. હેન્ડસેટમાં 6.5 ઇંચની એચડી+(720x1600 પિક્સલ) આઈપીએસ એલસીડી સ્ક્રીન હોઈ શકે છે જેનો આસ્પેક્ટ રેશિયો 20: 9 છે. તો ફોનમાં ત્રિપલ રિયર કેમેરા મોડ્યૂલ આપવામાં આવશે. 


આ પણ વાંચોઃ બીજાથી આ રીતે છુપાવો પોતાની સીક્રેટ Whatsapp Chat, અનેક પ્રયાસો બાદ પણ કોઈ જોઈ શકશે નહીં


ફોટોગ્રાફી માટે શાનદાર કેમેરા
રિયર કેમેરામાં 48 મેગાપિક્સલ (f/2.0) નું પ્રાઇમરી સેન્સર, 5 મેગાપિક્સલનો (f/2.2) અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલ (f/2.4) નું ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આવશે. કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ-બેન્ડ વાઈફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, 4જી એલટીઈ, એક હેડફોન જેક અને એક માઇક્રો-યૂએસબી સપોર્ટ મળી શકે છે. 


શું હશે કિંમત
ઓપ્પો એ16 સ્માર્ટફોનમાં Exynos 850 પ્રોસેસરની સાથે 6જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે. તે એન્ડ્રોઇડ 11 આધારિત ColorOS 11.1 પર ચાલશે. ફોનમાં 10W ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAh ની બેટરી મળી શકે છે. હાલમાં સ્માર્ટફોનની સત્તાવાર કિંમત વિશે કોઈ જાણકારી નથી. પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની કિંમત 15 હજારની અંદર હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube