નવી દિલ્હીઃ ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો (Oppo)એ મેના છેલ્લા સપ્તાહમાં રેનો સિરીઝના સ્માર્ટફોન Oppo Reno અને Oppo Reno 10x Zoomને લોન્ચ કર્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે, કંપની હવે રેનોની સિરીઝ અંતર્ગત ત્રીજો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન ઓગસ્ટના અંત સુધી લોન્ચ થઈ શકે છે. તેની કિંમત 35000ની આસપાસ રહી શકે છે. પરંતુ અલગ-અલગ સોર્સ આ સ્માર્ટફોનની લોન્ચિંગ અને કિંમતને લઈને અલગ-અલગ વાત કરી રહ્યાં છે. તે પણ સંભવ છે કે આ ફોન દિવાળીના તહેવાર પર લોન્ચ કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo Reno Summary
તેની ડિસ્પ્લે 6.4 ઇંચની છે જેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા કોર ક્વોલકમ સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસર છે. તેમાં 8 જીબીની રેમ છે. તેની બેટરી 3765 mAhની છે. 48MP+5MPનો ડુઅલ રિયર કેમેરા સેટઅપ છે. 16MPનો સેલ્ફી કેમેરા છે. ઇન્ટરનલ મેમરી 128 જીબી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. 


Oppo Reno 10x Zoom Summary
તેની ડિસ્પ્લે 6.6 ઇંચની છે જેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ છે. આ ફોનમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર લાગેલૂ છે. આ એન્ડ્રોઇડ 9.0 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. 48MP+13MP+ 8MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 16MPનો સેલ્ફી કેમેરો છે. તેની રેમ 6જીબી અને ઈન્ટરનલ મેમરી 128 જીબી છે. આ ફોનની બેટરી 4065 mAh છે. 


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો