4+128GB વાળો Oppo F15 સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ શુક્રવારે 4જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની સાથે ભારતમાં Oppo F15 ને લોન્ચ કર્યો છે. તેની કિંમત કિંપનીએ 16,990 રૂપિયા રાખવામાં આવી છે.
નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ શુક્રવારે 4જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની સાથે ભારતમાં Oppo F15 ને લોન્ચ કર્યો છે. તેની કિંમત કિંપનીએ 16,990 રૂપિયા રાખવામાં આવી છે. સ્માર્ટફોન પહેલાં 8જીબી અને 128 જીબી સ્ટોરેજ કોમ્બિનેશનમાં ઉપલબ્ધ હતો.
કંપનીએ કહ્યું કે સ્માર્ટફોન યૂનીકોર્ન વ્હાઇટ, લાઇટિનિંગ બ્લેક અને બ્લેજિંગ બ્લૂ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેના ગ્રાહક 27 જુલાઇથી ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી ખરીદી શકાશે. ડિવાઇસના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો એંડ્રોઇડ 9પી ઓએસ પર આધારિત આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચનો ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 90.7 સ્ક્રીન-ટૂ-બોડી રેશો છે.
આ ડિવાઇસ મીડિયા ટેક હેલિયો પી 70 એસઓસી દ્વારા સપોર્ટેડ છે. તેમાં 40000 એમએચએ બેટરી વીઓઓસી 3.0 ફ્લેશ ચાર્જ સાથે આવે છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા, પોડ્રરેટ શોટ્સ માટે 2 મેગાપિક્સલ સેંસર કેમેરા અને 2 મેગાપિક્સલ મોનોક્રોમ સેંસર છે.
ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે, જે નોચમાં રાખવામાં આવ્યો છે કનેક્ટિવિટીની વાત કરીએ તો ડિવાઇસમાં સેંસર સુવિધા છે, જેમ વાઇ-ફાઇ, બ્લ્યૂટૂથ 3.5 મિમી હેડ ફોન્સ જેક, પેડોમીટર એંબિએન્ટ લાઇટ, પ્રોક્સીમિટી સેંસર સુવિધા ઉપલબ્ધ છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube