ભારતમાં જલદી લોન્ચ થશે Oppo F15, મળશે ચાર રિયર કેમેરા!
ચીની સ્માર્ટફોન મેકર Oppo જલદી જ ભારતમાં Oppo F15 સ્માર્ટફોન લોન્ચ કરશે. આગામી વર્ષની શરૂઆતમાં કંપની ભારતમાં આ સ્માટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન Oppo F11 અને Oppo F11 Proનું આગામી વર્જન હશે. આ બંને સ્માર્ટફોન્સને ભારતમાં માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી; ચીની સ્માર્ટફોન મેકર Oppo જલદી જ ભારતમાં Oppo F15 સ્માર્ટફોન લોન્ચ કરશે. આગામી વર્ષની શરૂઆતમાં કંપની ભારતમાં આ સ્માટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન Oppo F11 અને Oppo F11 Proનું આગામી વર્જન હશે. આ બંને સ્માર્ટફોન્સને ભારતમાં માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Oppo F15 નું એક ટીઝર સામે આવ્યું છે જેના અનુસાર આ સ્માર્ટફોન ખૂબ પતળો હશે. કંપનીએ આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન્સ વિશે જણાવ્યું નથી. ટીઝરમાં ફોનનો સાઇડ લુક બતાવવામાં આવ્યો છે.
હાલ કંપનીએ Oppo F15 લોન્ચની તારીખની જાહેરાત કરી નથી. પરંતુ તેને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ તેના ટીઝર દ્વારા એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ સ્માર્ટફોનમાં પાવરફૂલ સેલ્ફી કેમેરા આપવામાં આવશે.
ડિઝાઇનની વાત કરીએ તો Oppo F15 માં કર્વ્ડ મેટેલિક ફ્રેમ આપવામાં આવશે અને આ ફોન શાઇની ફિનિશવાળો હશે. આ ટીઝરમાં કેમેરા મોડ્યૂલ પણ દેખાઇ રહ્યું છે જે વર્ટિકલ છે. કેટલા કેમેરા હશે તે દેખાતું નથી, પરંતુ મોડ્યૂલ ખૂબ લાંબુ છે. તેનાથી આશા વ્યક્ત કરવામાં આવી છે કે તેમાં ચાર રિયર કેમેરા આપવામાં આવશે. આ ટીઝરમાં લખ્યું છે, Coming Soon.
Oppo F15 ની સાથે કંપની Oppo 15 Pro પણ લોન્ચ કરી શકે છે. Oppo 15 Pro એક મિડ રેંઝ્ડ સ્માર્ટફોન હશે જેમાં Qualcomm Snapdragon 730 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ સાથે જ કંપની બે રેમ ઓપ્શન 4GB અને 6GB રાખી શકે છે અને તેને જાન્યુઆરી 2020માં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.