નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝન પહેલા ઓપ્પો (Oppo) નવી પ્રોડક્ટ્સ લઈને આવ્યું છે. કંપનીએ Oppo F19s, Oppo Reno 6 Pro 5G ની દિવાળી એડિશન અને Oppo Enco બડ્સ ટ્રૂ વાયરલેસ સ્ટીરિયો  (TWS) ઈયરફોન્સનું બ્લૂ કલર વેરિએન્ટ ભારતમાં લોન્ચ કર્યું છે. Oppo F19s કંપનીની F19 સિરીઝ હેઠળ આવેલો નવો સ્માર્ટફોન છે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી પાવર્ડ છે અને 6 જીબી રેમની સાથે આવે છે. ઓપ્પો રેનો 6 પ્રો 5G દિવાળી એડિશન, રેગ્યુલર Reno 6 Pro 5G જેવી છે, પરંતુ આ નવો કલર ઓપ્શન છે. તે સિવાય Oppo Enco બડ્સ પણ નવા કલર વેરિએન્ટમાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્માર્ટફોન અને Oppo Enco બડ્સની કિંમત
ઓપ્પો F19S સ્માર્ટફોનની કિંમત 19990 રૂપિયા છે. આ સ્માર્ટફોન ગ્લોઇંગ બ્લેક અને ગ્લોઇંગ ગોલ્ડ કલર ઓપ્શનમાં આવ્યા છે. આ સ્માર્ટફોન, ઓપ્પોની વેબસાઇટ અને Flipkart દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ છે. ઓપ્પો રેનો 6 Pro 5G દિવાળી એડિશનની કિંમત 41,990 રૂપિયા છે. આ સ્માર્ટફોન સ્પેશિયલ મેજેસ્ટિક ગોલ્ડ કલર ઓપ્શનમાં આવ્યો છે. આ ફોન 12GB રેમ અને  256GB ઇનબિલ્ટ સ્ટોરેજની સાથે આવે છે. 


આ સિવાય Oppo Enco Buds ની કિંમત 1799 રૂપિયા છે અને હવે તે બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. ઓપ્પો ટ્રૂ વાયરલેસ ઈયરબડ્સ આ મહિનાની શરૂઆતમાં સિંગલ વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ થયા છે. ઓપ્પો એન્કો બડ્સને ઓપ્પોની વેબસાઇટ દ્વારા ખરીદી શકાય છે. 


આ પણ વાંચોઃ એક વર્ષની વેલિડિટી, દરરોજ 3GB ડેટા, આ છે રિલાયન્સ જીયોનો સૌથી સસ્તો પ્લાન


શું છે Oppo F19s ના સ્પેસિફિકેશન્સ
ઓપ્પોના આ સ્માર્ટફોનમાં 6.43 ઇંચની ફુલ HD+ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનની ડિસ્પ્લે 60Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. ઓપ્પો F19s સ્માર્ટફોન 6જીબી રેમની સાથે આવે છે. આ સ્માર્ટફોન 11જીબી રેમ સુધી એક્સપેન્શનને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 128GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનના સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 5,000 mAh ની બેટરી આપવામાં આવી છે, જે 33W ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. 


Oppo Reno 6 Pro 5G સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ
ઓપ્પો રેનો 6 Pro 5G સ્માર્ટફોનમાં 6.55 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનની ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 1200 પ્રોસેસરથી પાવર્ડ છે. ફોનમાં 12GB રેમ અને 256GB નું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનના બેકમાં ક્વાડ કેમેરા સેટઅપ છે. ફોનનો મેન કેમેરો 64 મેગાપિક્સલનો છે. ફોનમાં હોલ-પંચ કટઆઉટ આપવામાં આવ્યું છે, જેમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube