નવી દિલ્હીઃ Oppo F21 Pro ની રાહ જોઈ રહેલાં લોકો માટે સારા સમાચાર છે. કંપનીએ આ શાનદાર સ્માર્ટફોનને લોન્ચ કરી દીધો છે. 64MP કેમેરા અને 90Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે સાથે ફોનને હાલ બાંગ્લાદેશમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત BDT 27990 9આશરે 24640 રૂપિયા) છે. ભારતમાં આ ફોન 12 એપ્રિલે લોન્ચ થશે. તો આવો જાણીએ આ ફોનની ખાસિયત..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપ્પો F21 પ્રોના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 1080x2400 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.43 ઇંચની ફુલ એચડી+  AMOLED ડિસ્પ્લે ઓફર કરી રહી છે. આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટ અને 180Hz ના ટચ સેમ્પલિંગ રેટની સાથે આવે છે. કંપનીએ આ ફોનને માત્ર સિંગલ વેરિએન્ટ 8જીબી LPDDR4x રેમ+ 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કર્યો છે. 


પ્રોસેસર તરીકે આ ફોનમાં સ્નેપડ્રેગન 680 ચિપસેટ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ઓપ્પોના આ ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ કેમેરા સેટઅપ છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્ચની સાથે એક 2 મેગાપિક્સલનો માઇક્રોસ્કોપ કેમેરો અને એક 2 મેગાપિક્સલનો મોનોક્રોમ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ ફોનમાં તમને 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો જોવા મળશે. 


આ પણ વાંચોઃ ફ્રીમાં મેળવો આ તમામ સુવિધા, Jio ના 3 સસ્તા અને જબરદસ્ત પ્લાન; 90 GB સુધી ડેટા પણ


ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 33 વોટની SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઓએસની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોયડ 12 પર બેસ્ડ Color OS 12.1 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.1, યૂએસબી ટાઈપ-સી અને 3.5mm હેડફોન જેક જેવા ફીચર્સ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube