Oppoની Reno સિરીઝના 3 સ્માર્ટફોન લોન્ચ, જાણી ફીચર્સ અને કિંમત
Oppoએ Reno સિરીઝના ત્રણ સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે, જેની શરૂઆતી કિંમત 19990 રૂપિયા છે.
નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો (Oppo)એ થોડા દિવસ પહેલા ભારતમાં Oppo Reno 2ને લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન ત્રણ મોડલ Reno 2, Reno 2Z અને Reno 2Fને લોન્ચ કર્યાં હતા. આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 19990 રૂપિયા છે આ સાથે તેમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Reno 2નું વેચાણ 20 સપ્ટેમ્બરથી થશે, Reno 2Zનું વેચાણ 6 સપ્ટેમ્હરથી શરૂ થશે, જ્યારે Reno 2F માટે હાલ રાહ જોવી પડશે. તેનું વેચાણ નવેમ્બરમાં શરૂ થઈ શકે છે.
Oppo Reno 2 ફીચર્સ અને કિંમત
આ સ્માર્ટફોનની કિંમત 36990 રૂપિયા છે, જે સ્પૈપડ્રૈગન 730 પ્રોસેસર પર કામ કરે છે. તેનું પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલની છે. આ સિવાય 13MP+8MP+8MPનું સેન્સર આપવામાં આવેલુ છે. બેટરી 4000 mAhની છે. તેની રે 8 જીબી અને ઇન્ટરનલ મેમરી 256 જીબી છે. તેની સ્ક્રીન 6.55 ઇંચ છે.
Reno 2Z
તેની કિંમમ 29990 રૂપિયા છે. આ ફોનમાં પણ 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે. તેની સ્ક્રીન 6.53 ઇંચ છે. તેની બેટરી 4000 mAhની છે. રેમ 8જીબી અને ઇન્ટરનલ મેમરી 256 જીબી છે.
Reno 2F
તેની કિંમત 19990 રૂપિયા છે. તેની રેમ 8 જીબી અને ઇન્ટરનલ મેમરી 128 જીબી છે. સ્ક્રીન 6.53 ઇંચ છે. પ્રાઇમરી રિયર સેન્સર 48 મેગાપિક્સલનો છે અને બેટરી 4000 mAhની છે.