Oppo એ લોન્ચ કર્યા બે સસ્તા ફોન, 256 GB મેમરી સાથે છે આ ફીચર્સ
ઓપ્પો એ5 2020 ડેજલિંગ વ્હાઇટ અને મિરર બેક કલર્સમાં ઉપલબ્ધ રહેશે, જેની કિંમત 4 GB અને 64 GB રોમ વેરિએન્ટ માટે 13,990 રૂપિયા હશે. ઓપ્પો એ9 2020 નું વેચાણ અમેઝોન પર 16 સ્પટેમ્બરથી અને ઓફલાઇન સ્ટોર્સ પર 19 સપ્ટેમ્બરથી શરૂ થશે,
નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો (Oppo) એ ભારતમાં વ્યાજબી એ-સીરીઝમાં નવા સ્માર્ટફોન્સ ઓપ્પો એ9 2020 (Oppo A9 2020) ને ઓપ્પો એ5 2020 (Oppo A5 2020) લોન્ચ કર્યા છે. તેની કિંમત ક્રમશ: 16,990 રૂપિયા અને 12,490 રૂપિયાથી શરૂ થાય છે.
બે કલરમાં મળશે નવો ફોન
ઓપ્પો એન 2020માં ત્રણ કાર્ડ સ્લોટ છે, જે 256 GB મેમરીને સપોર્ટ કરે છે અને આ બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં 4 GB રેમની સાથે 128 GBની સ્ટોરેજ કેપેસિટી છે. 8 GB રેમની સાથે 128 GB ની ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ સાથે જ 8 GB રેમવાળા વેરિન્ટની કિંમત 19,990 રૂપિયા છે, જે મરીન ગ્રીન અને પર્પલ કલર્સમાં ઉપલબ્ધ રહેશે.
16 સપ્ટેબરએ શરૂ થશે વેચાણ
ઓપ્પો એ5 2020 ડેજલિંગ વ્હાઇટ અને મિરર બેક કલર્સમાં ઉપલબ્ધ રહેશે, જેની કિંમત 4 GB અને 64 GB રોમ વેરિએન્ટ માટે 13,990 રૂપિયા હશે. ઓપ્પો એ9 2020 નું વેચાણ અમેઝોન પર 16 સ્પટેમ્બરથી અને ઓફલાઇન સ્ટોર્સ પર 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ઓપ્પો એ5 અને ઓફલાઇન સ્ટોર્સ પર 21 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ હશે.
ઓપ્પો ઇન્ડીયના વાઇસ પ્રેસીડેન્ટ સુમિત વાલિયાએ જણાવ્યું જે 'એ-સિરીઝની વિરાસત ચાલુ રાખતાં ઓપ્પો એ9 2020 અને ઓપ્પો એ5 2020 ને યુવાનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 'ઓપ્પો એ સીરીઝ વડે કોઇપણ સમયે અને કોઇપણ ગુણવત્તાપૂર્ણ વીડિયો અને ફોટા પાડવાનું સુનિશ્વિત કરે છે. બંને સ્માર્ટફોન્સમાં 5,000 એમએએચની બેટરી ક્ષમતા છે.