નવી દિલ્હી: Oppo Reno 5 અને Oppo Reno 5 Pro સ્માર્ટફોન્સને ચીનમાં લોન્ચ કરી દીધો છે અને તેની શરૂઆતી કિંમત CNY 2,699 (લગભગ 30,400 રૂપિયા) રાખવામાં આવી છે. Oppo Reno 4 સીરીઝને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. એવામાં આશા છે કે આ નવા ફોન્સને પણ ભારતીય બજારમાં ઉતારવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo Reno 5 Pro 5G ની કિંમત 8GB + 128GB વેરિએન્ટ માટે CNY 3,399 (લગભગ 38,300 રૂપિયા) અને  12GB + 256GB વેરિએન્ટ માટે CNY 3,799 (લગભગ 42,750 રૂપિયા) રાખવામાં આવી છે. તો બીજી તરફ Oppo Reno 5 5G કિંમત  8GB + 128GB વેરિએન્ટ માટે CNY 2,699 (લગભગ 30,400 રૂપિયા) અને 12GB + 256GB વેરિએન્ટ માટે લગભગ CNY 2,999  (લગભગ 33,800 રૂપિયા) રાખવામાં આવી છે. 


OPPO Reno 5 ના સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે  6.43-ઇંચ ફૂલ  HD+ OLED ડિસ્પ્લે, સ્નૈપડ્રૈગન 765 5G પ્રોસેસર, Adreno 620 GPU અને એંડ્રોઇડ 11 બેસ્ડ ColorOS 11.1 આપવામાં આવી છે.  


ફોટોગ્રાફી માટે તેના રિયરમાં 64MP પ્રાઇમરી કેમેરા 8MP અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા, 2MP માઇક્રો કેમેરા અને 2MP મોનો પોર્ટ્રેટ હાજર છે. સેલ્ફી માટે અહીં 32MPનો કેમેરા ફ્રન્ટમાં આપવામાં આવ્યો છે. તેની બેટરી 4,350mAh ની છે અને અહીં 65W સુપર ફાસ્ટ ચાર્જિંગનું સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર હાજર છે. 


Oppo Reno 5 Pro ના સ્પેસિફિકેશન્સ
આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.55-ઇંચ ફૂલ HD+ ડિસ્પ્લે MediaTek Dimensity 1000+ પ્રોસેસર, G77 MC9 GPU અને એંડ્રોઇડ 11 બેસ્ડ કંપનીની કસ્ટમ OS આપવામાં આવી છે. 


ફોટોગ્રાફીની દ્વષ્ટિએ તેના રિયરમાં 64MP પ્રાઇમરી કેમેરા, 8MP અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા, 2MP માઇક્રો કેમેરા અને 2MP મોનો પોટ્રેટ કેમેરા હાજર છે. તેના ફ્રન્ટમાં 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. 


Oppo Reno 5 Pro 5G માં પણ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4,350mAh ની છે અને અહીં પણ 65W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.