નવી દિલ્હી: ચીની મોબાઇલ કંપની OPPOએ ભારતમાં તેની પકડ મજબૂત કરવા માટેના પ્રયાસો તેજ કરી દીધા છે, કંપનીએ પોતાનું પહેલુ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર હૈદરાબાદ ખાતે શરૂ કરવાની તૈયારીમાં છે. કંપની દ્વારા સોમવારે આ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ આપેલા નિવેદનમાં કહ્યું કે આ કાર્ય માટે તેમણે ભારતમાં તસ્લીમ આરીફને આરએન્ડડીના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ઓપ્પોના પ્રેસિંડેન્ટ ચાર્લ્સ વોંગએ કહ્યુ કે અમે ભારતના લોકોને એક અનોખો અમુભવ કરાવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને અમે એ અમારી ટેકનોલોજી અને નવી તકનીકોની મદદથી પૂરી કરીશું. હૈદરાબાદમાં શરૂ કરવામાં આવતા આ આરએન્ડડીથી ભારતના ગ્રાહકોમાં આમારા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થશે.



કંપની દ્વારા આપેલી જાણકારી મુજબ, તસ્લીમ આરીફ ભારતમાં આરએન્ડડી ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમ ભારતમાં ડિવાઇસની ક્વોલિટી અને સ્થાનિક સ્તર પર સોફ્ટવેર અને ડેવલોપમેન્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. મહત્વનું છે કે, ઓપ્પોમાં સાથે જોડાણ કરનાર આરિફ પહેલા સેમસંગ કંપનીના આરએન્ડડી ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હતા. તેમની પાસે મોબાઇલ સોફ્ટવેર, ડિઝાઇન અને ડેવલપમેન્ટનો 15 વર્ષનો અનુભવ છે. 


ઓપ્પોના પ્રેસિડેન્ટ વોંગે કહ્યુ કે, આરિફનું જોડાણ અમારી સાથે થવાથી અમારામાં વધારે ઉત્સુક્તા આવી ગઇ છે. જેથી અને એક મજબૂત આરએન્ડડી બનાવી શકીયે અને ચીન બાદ આ દુનિયાની બીજી સોથી મોટી આરએન્ડડી બની શકે. હૈદરાબાદમાં શરૂ થનારા આ આરએન્ડડી ઓપ્પોનું દુનિયાનું સાતમુ સુવિધા કેન્દ્ર બનશે. આ પહેલાના 6 કેન્દ્રો ચીન, જાપાન અને અમેરિકામાં આવેલા છે.