નવી દિલ્હી: જાણીતી ટ્રાવેલ ફેર એગ્રીગેટર વેબસાઈટ ઓર્બટીઝ (Orbitz)ના ગ્રાહકો માટે ખુબ ખરાબ સમાચાર છે. આ ગ્રાહકોના પેમેન્ટ કાર્ડ સંબંધિત જાણકારીની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગેની પુષ્ટિ ખુદ ઓર્બટીઝ(Orbitz) તરફથી કરવામાં આવી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે તેની જૂની વેબસાઈટ હેક થવાનુ જોખમ છે. કંપની તરફથી કહેવાયું કે પહેલી જાન્યુઆરી 2016થી 22 ડિસેમ્બર 2017 વચ્ચે ઓનલાઈન પરચેઝ કરનારાઓનો ડેટા જોખમમાં છે. ઓર્બટીઝ તરફથી મંગળવારે માહિતી અપાઈ કે 8,80,000 પેમેન્ટ કાર્ડ પર અસર પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલની વેબસાઈટ પર કોઈ જોખમ નથી
જો કે ઓર્બટીઝ (Orbitz)ની હાલની વેબસાઈટને કોઈ જોખમ નથી. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જે ડેટા લીક થયો છે તેમાં નામ, એડ્રેસ, પેમેન્ટ કાર્ડ સંબંધિત જાણકારી, જન્મતારીખ, ફોન નંબર, ઈમેઈલ અને લિંગ સંબંધિત જાણકારી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે સોશિયલ સિક્યોરિટી ઈન્ફોર્મેશન હેક થઈ નથી. ડેટા લીક થવા સંબંધિત આ જાણકારી કંપનીના ધ્યાનમાં પહેલી માર્ચે આવી.


આ કંપનીના ગ્રાહકોનો પણ ડેટા ચોરી થયો હતો
આ અગાઉ જાન્યુઆરીમાં ચાઈનીઝ સ્માર્ટફોન કંપની વન પ્લસ(OnePlus)ની પ્રોડક્ટ ખરીદનારા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની જાણકારી ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો. હેકર્સે કંપનીની વેબસાઈટ oneplus.netને હેક કરી લીધી હતી. અહીંથી લગભગ 40,000 ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની જાણકારી લીક થઈ હતી. કંપની તરફથી એવા તમામ ગ્રાહકોને ઈમેઈલ પણ મોકલવામાં આવ્યો હતો જેમના ક્રેડિટ કાર્ડની જાણકારી ચોરી થઈ હોવાની આશંકા હતી.


કંપની તરફથી તેના યૂઝર્સને કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાના ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટ ચેક કરે. જો કોઈ પ્રકારની શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની માહિતી ધ્યાનમાં આવે તો તરત કંપનીને જાણ કરે. કંપનીએ એમ પણ કહ્યું છે કે ગ્રાહક વન પ્લસની સપોર્ટ ટીમની મદદ લઈ શકે છે. કંપનીના નિવેદન મુજબ તે પોતાના  પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહી છે.