નવી દિલ્હીઃ વોટ્સએપ (Whatsapp)અને ફેસબુક (Facebook)જેવા ઓટીટી પ્લેટફોર્મમાંથી કોલ કરવો ભવિષ્યમાં મુશ્કેલ થઈ શકે છે. દેશની ટોપ કંપનીઓએ ઓટીટી પ્લેટફોર્મ્સ વિરુદ્દ ટેલિકોમ રેગુલેટર ટ્રાઈ (TRAI)માં ફરિયાદ કરી છે. તેમાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા સામેલ છે. આ કંપનીઓનું કહેવું છે કે વોટ્સએપ, ફેસબુક, ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ (Instagram) અને સ્કાઇપ  (Skype)જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ દેશની સુરક્ષા માટે ખતરો છે. તેમણે ઈન્ટરનેટ વેસ્ડ કમ્યુનિકેશન કંપનીઓ માટે રેગુલેટરી અને લાયસન્સ વ્યવસ્થા બનાવવાની માંગ કરી છે. તેનાથી આ કંપનીઓ દેશના કાયદા અને ગાઇડલાઇન પ્રમાણે ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલની આગેવાનીમાં ટેલિકોમ કંપનીઓના અધિકારીઓએ ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાની સાથે એક બેઠક કરી છે. તેમાં રિલાયન્સ જિયો, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલી (Tata Tele) અને બીએસએનએલના સીનિયર અધિકારી સામેલ હતા. તેમનું કહેવું છે કે મોબાઇલ કંપનીઓ માટે આકરા કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ ઓટીટી કંપનીઓ માટે આવી કોઈ વ્યવસ્થા નથી. આ સ્થિતિ ત્યારે છે જ્યારે કોલ અને મેસેજિંગ ટ્રાફિકમાં તેનો ભાગ વધી રહ્યો છે. 


શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? એકવાર વાંચી લેજો આ રીપોર્ટ


નેશનલ સિક્યોરિટીને ખતરો
ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે ઘણીવાર બ્લેકઆઉટ અને આઉટેઝની સ્થિતિમાં વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સની સર્વિસ ડાઉન રહે છે પરંતુ તેને કોઈ સવાલ પૂછવામાં આવતો નથી. સર્વિસની ક્વોલિટીને લઈને અમને સવાલ પૂછવામાં આવે છે. ઈન્ટરનેટ કંપનીઓ માટે રેગુલેટરી વ્યવસ્થા ખુબ સરળ છે. તેના કારણે ટેલિકોમ કંપનીઓનું રેવેન્યૂ પ્રભાવિત થઈ રહ્યું છે. તે નેટવર્કનો વિસ્તાર કરી શકતી નથી અને તેનો નફો પણ ઘટી રહ્યો છે. આ કંપનીઓનું કહેવું છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ દેશની સુરક્ષા માટે ખતરો છે. તેનું કારણ છે કે મોટા ભાગના ઓટીટી પ્લેટફોર્મ્સ એપ બેસ્ડ છે. તેના માટે દેશમાં કોઈ કાયદો અને ગાઇડલાઇન નથી. ઘણા મામલામાં આ કંપનીઓ યૂઝર ડેટા આપવાનો ઇનકાર કરી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube