Data Leak: ઇન્ટરનેટનો ઉપયોગ હંમેશા સુરક્ષિત નથી હોતો. ઘણી વખત હેકર્સ લોકોની પર્સનલ વિગતો હેક કરી લેતા હોય છે. ખાસ કરીને કેટલીક ચેટિંગ એપ ઉપર વાત કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. એક રિપોર્ટ અનુસાર ઓનલાઈન ચેટિંગ એપ OyeTalk નો ડેટા લીક થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


એક રિચાર્જમાં ચાલશે આખી Familyના ફોન : Jioની ખાસ ઓફર, લેવો પડશે આ પ્લાન


iPhone યૂઝર્સને મોટો ઝટકો લાગશે જ્યારે આ વાતની ખબર પડશે....


Freeમાં જોઈ શકો છો Netflix પર વેબ સીરીઝ અને ફિલ્મ, બસ કરવું પડશે આ કામ


આ ચેટિંગ એપ google play store પર ઉપલબ્ધ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ એપ્લિકેશનને પાંચ મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. Google ના મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ પ્લેટફોર્મ ફાયર બેઝ સુધી અસુરક્ષિત રીતે પહોંચવાના કારણે આ એપ્લિકેશનનો ડેટા લીક થયો છે. તેનો ઉપયોગ ક્લાઉડ હોસ્ટેડ ડેટાબેઝ સેવા પ્રદાન કરવા માટે થાય છે. 
 


જાણવા મળતી માહિતી અનુસાર  એનઈન્ક્રિપ્ટેડ યૂઝર્સ ચેટ, યુઝર નેમ, આઈ એમ ઈ આઈ નંબર સહિતનો 500 mb થી વધુ નો ડેટા લીક થયો છે. આ ઉપરાંત google એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ સહિત એપની ક્લાઈન્ટ સાઈટ પર સંવેદનશીલ હાઇકોડેડ ડેટા અસુરક્ષિત છે કારણ કે તેને રિવર્સ એન્જિનિયરિંગના માધ્યમથી સરળતાથી એક્સેસ કરી શકાય છે.