કાર ખરીદતા સમયે આ 10 જરૂરી ફીચર્સનું રાખો ખાસ ધ્યાન, બાકી પસ્તાવાનો વારો આવશે
જો તમે પણ ગાડી ખરીદવા જઈ રહ્યાં છો તો સૌથી પહેલાં આ 10 ફીચર્સ ચેક કરી લેજો. કોઈપણ કાર માટે આ ફીચર્સ ખુબ કામના હોય છે.
નવી દિલ્હીઃ તહેવારની સીઝનમાં ઓટો નિર્માતા કંપનીઓ પોતાની ગાડીઓ પર ઘણા પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર્સ આપી રહી છે. જો તમે પણ ગાડી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ઓફર્સમાં ગાડી ખરીદતા પહેલાં આ ફીચર્સ જાણી લેવા જરૂરી છે. એટલે કે કોઈપણ કાર ખરીદતા પહેલાં તેમાં શું ફીચર્સ આવી રહ્યાં છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને એવા ફીચર્સ વિશે જણાવીશું જેના વગર તમારી ગાડી અધૂરી છે.
સેફ્ટી માટે ગાડીમાં એરબેગ હોવી જરૂરી
હવે બધી કંપની પોતાની ગાડીઓમાં એરબેગ ઓફર કરી રહી છે. સેફ્ટીની દ્રષ્ટિએ આ જરૂરી ફીચર છે. ખાસ કરીને આગળની સીટ પર બેસતા વ્યક્તિ માટે એરબેગ ખુબ જરૂરી છે. અકસ્માતના સમયે આગળ બેઠેલા વ્યક્તિ કેબિનના ડેશબોર્ડ સામે ટકરાતા બચી જાય છે.
રિવર્સ પાર્કિંગ સેન્સર્સથી ગાડી રહેશે સેફ
રિવર્સ પાર્કિંગ સેન્સર ગાડી માટે જરૂરી ફીચર હોય છે. ગાડી બેક કરતા સમયે કોઈ ઓબ્જેક્ટની પાસે જાય છે તો ગાડીની બેક સાઇડમાં લાગેલા સેન્સર્સ ડ્રાઇવરને સાઉન્ડ દ્વારા વોર્ન કરે છે, જેમાં તમારી ગાડી તે ઓબ્જેક્ટથી ટકરાતી નથી અને સેફ રહે છે.
IRVM - ડે એન્ડ નાઇટ મિરર
ગાડી ખરીદો અને તમારી કારમાં ઈન્ટરનલ રિયર વ્યૂ મિરર (IRVM) ડે-નાઇટ મિરર ન હોય તો બેકાર છે. કેટલાક ડ્રાઇવર્સ દરેક સમયે હાઈ બીમનો ઉપયોગ કરે છે, જેમાં IRVMમાં ચમક પેદા થવા લાગે છે, જેને IRVM ડે-નાઇટ મિરર એડજસ્ટ કરી લે છે અને ખતરાની સંભાવના ઓછી હોય છે. આ ફીચર ગાડીમાં હોવું જરૂરી છે.
વન ટચ સ્લાઇડ વિન્ડોનો આ ઉપયોગ
કેટલીક કારોના બેસ મોડલને છોડી દો તો હવે દરેક કારમાં ઇલેક્ટ્રિક વિન્ડો આવવા લાગી છે. ડ્રાઇવરની વિન્ડોમાં એક ઓટો અપ-ડાઉન ફીચર હોય છે, જે તમારી ગાડીમાં જરૂર હોવું જોઈએ. આ ફીચર ટોલ પ્લાઝા કે કોઈ જરૂરી સમયે બહારની વ્યક્તિ સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. તે સુવિધાજનક હોય છે.
ABS ફીચર ગાડીમાં હોવું જરૂરી
એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ગાડીમાં હોવી જરૂરી છે. આ ફીચર ઝડપથી બ્રેક લગાવવા પર ગાડીના વીલ્સને લોક થવાથી બચાવે છે. તેનાથી ગાડીનું સંતુલન જળવાઈ રહે છે.
સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ ખુબ જરૂરી
ગાડીમાં સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ ખુબ જરૂરી હોય છે. જો ગાડીમાં આ ફીચર હોય તો તમારે દરેક દરવાજાને લોક કરવાની જરૂર પડશે નહીં. બસ એક બટન દબાવી લોક થઈ જશે. ગાડી ચલાવવા સમયે દરેક દરવાજા લોક છે, તેનો પણ સરળતાથી ખ્યાલ આવી જાય છે.
એજસ્ટેબલ સ્ટીયરિંગ વીલ્સનું શું કામ?
ઘણી કારોના ટોપ-એન્ડ વેરિએન્ટમાં સ્ટીયરિંગ વીલ્સ પણ એડજેસ્ટેબલ હોય છે. લોન્ગ ડ્રાઇવિંગ માટે આ જરૂરી ફીચર છે. તેના દ્વારા ડ્રાઇવર હાઇટ અને પોતાના કમ્ફર્ટ પ્રમાણે સ્ટીયરિંગ સેટ કરી લે છે, જેનાથી થાક ઓછો લાગે છે.
હેડ રિસ્ટ્રેટ્સ તમને રાખે છે સેફ
મોટા ભાગના કસ્ટમર વિચારે છે કે હેડ રિસ્ટ્રેંટ્સ માથાને આરામથી ટકાવવા માટે હોય છો. જો તમે આ વિચારો છો તો તમે ખોટા છો. મિત્રો તેનું મુખ્ય કામ એકસ્માત સમયે શરૂ થાય છે, જે તમારી ડોંક અને ખભાને ગંભીર ઈજાથી બચાવે છે.
વિઝિબિલિટી માટે ફોગ લેમ્પ જરૂરી
હવે શિયાળો શરૂ થવાનો છે. તેવામાં હવામાનની લાઇટ ઠીક ન હોવાથી અકસ્માતનો ખતરો વધી જાય છે. તેવામાં ગાડીમાં ફોગ લેમ્પ હોવો જરૂરી છે. લાઇટ સારી હોવા પર બધુ બરાબર દેખાઈ છે અને વિઝિબિલિટી વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube