Paytm થી પેમેન્ટ કરવા માટે નહીં જરૂર પડે ઇન્ટરનેટની, એક્ટિવ કરો આ ફીચર અને મેળવો 100 રૂપિયાનું કેશબેક
UPI Lite: આ ફીચરની મદદથી પેમેન્ટ કરવું હવે સરળ થઈ જશે. ઇન્ટરનેટ ન હોવાના કારણે અથવા તો ડેટા સ્લો હોવાના કારણે પેમેન્ટ ફેલ થઈ જવાની પ્રોબ્લેમ હવે નહીં નડે. હવે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન યુઝર્સ પોતાના સેવિંગ એકાઉન્ટથી સરળતાથી કરી શકશે અને તેમાં ઇન્ટરનેટની જરૂર પણ નહીં પડે.
UPI Lite: Paytm દ્વારા પેમેન્ટ કરવું હવે વધારે સરળ થઈ ગયું છે. Paytm દ્વારા તાજેતરમાં જ એવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેની મદદથી ઇન્ટરનેટ વિના પણ તમે પેમેન્ટ કરી શકો છો. જોકે આ હાલ આ ફીચર કેટલીક બેંકો સાથે જ એક્ટિવ થઈ શકે છે. UPI Lite ફીચરની મદદથી પેમેન્ટ કરવું હવે સરળ થઈ જશે. ઇન્ટરનેટ ન હોવાના કારણે અથવા તો ડેટા સ્લો હોવાના કારણે પેમેન્ટ ફેલ થઈ જવાની પ્રોબ્લેમ હવે નહીં નડે. હવે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન યુઝર્સ પોતાના સેવિંગ એકાઉન્ટથી સરળતાથી કરી શકશે અને તેમાં ઇન્ટરનેટની જરૂર પણ નહીં પડે. આ ફીચર એક્ટિવેટ કર્યા પછી ₹200 સુધીનું પેમેન્ટ કરવા માટે પીન ની જરૂર પણ નહીં પડે.
આ પણ વાંચો:
ટોપ લોડ કે ફ્રન્ટ લોડ? કયા વોશિંગ મશીનમાં ધોવાય છે સારા કપડાં, જાણો તફાવત
ઉનાળામાં લાઈટ નહીં હોય તો પણ આ પંખો ચાલશે, ઠંડક આપશે AC જેવી, કિંમત છે સાવ ઓછી
UPI Liteની મદદથી યુઝર્સ નાના-મોટા પેમેન્ટ સરળતાથી કરી શકશે. તેમાં ટ્રાન્ઝેક્શનની પણ કોઈ લિમિટ નથી દિવસમાં એક સાથે ઘણા ટ્રાન્ઝેક્શન પણ કરી શકાય છે. આ ફીચરમાં એક વખતમાં 2000 રૂપિયા એડ કરી શકાય છે.
Paytm પેમેન્ટ બેંક એકાઉન્ટથી UPI Lite એક્ટિવ કરવા પર યુઝર્સને ₹100 નું કેશબેક પણ મળી શકે છે. Paytm પોતાના ઘણા યુઝર્સને યુપીઆઈ લાઈટ એક્ટિવ કરવા પર કેશબેક આપી રહ્યું છે. તમે પણ paytm એપ માં જઈને ચેક કરી શકો છો કે આ ઓફર નો લાભ તમને મળી શકે છે તેમ છે કે નહીં. જો આ ઓફર તમારા માટે પણ ઉપલબ્ધ હોય તો તમે UPI Lite એક્ટિવ કરશો એટલે સો રૂપિયા સુધીનું કેશબેક મેળવશો.