નવી દિલ્હી: એપ્સ (Apps) એ તમારી જીંદગીને એકદમ સરળ બનાવી દીધી છે. મનોરંજન, સોશિયલ મીડિયા, શોપિંગ, ખાણીપીણીની વસ્તુઓ અને તમામ દિનચર્યાના કામો માટે એક ઉપલબ્ધ છે. તેનાથી લાઇફ સરળ તો થઇ રહી છે પરંતુ વધતી જતી એપ્સ તમારા સ્માર્ટફોનની મેમરી પર અસર કરે છે. પરંતુ હવે તમારે આટલી બધી એપ્સ ડાઉન કરવાની સમસ્યામાંથી મુક્ત મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટીએમએ લોન્ચ કરી મિની એપ સ્ટોર
પેમેન્ટ એપ પેટીએમ (PayTM)એ યૂઝર્સની સરળતા માટે એક મિની એપ સ્ટોર (Mini App Store) લોન્ચ કરી છે. તેની સૌથી ખાસ વાત એ છે કે ફક્ત એક એપની અંદર જ 300થી વધુ એપ્સ મળશે. એટલે કે તેને ડાઉનલોડ કર્યા બાદ તમારા મોબાઇલમાં ઘણી બધી એપ્સ રાખવાને જરૂર પડશે નહી. 


પ્રાપ્ત માહિતી અનુસાર પેટીએમ મિની એપમાં ડોમિનોસ (Dominos), ડિકૈથલોન, નેટમેડ (NetMed), ફ્રેશમેન્યૂ અને રેપિડો જેવી તમામ એપ્સ એકસાથે મળશે. આ ઉપરાંત પેટીએમ આ એપ પરચેસ ખરીદવાની સુવિધાની પણ આપી રહ્યું છે. કંપની બીટા વર્જન વચ્ચે આ એપને 12 મિલિયન વિઝટર્સ થઇ ચૂક્યા છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube