Twitter: પાઇરેટેડ મુવી ડાઉનલોડ કરવા માટે અત્યાર સુધી લોકો ટેલિગ્રામ ની મદદ લેતા હતા. પરંતુ હવે આ કામ ટ્વિટર પરથી થઈ રહ્યું છે. પહેલા ટેલિગ્રામ એક જ હતું જ્યાંથી ફ્રીમાં મુવી ડાઉનલોડ કરવામાં આવતી હતી. પરંતુ લોકોએ હવે ટેલિગ્રામ છોડીને twitter નો હાથ પકડી લીધો છે. યુઝર્સ ફ્રીમાં ટ્વિટર પરથી ફિલ્મ ડાઉનલોડ ઝડપથી કરી રહ્યા છે. માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર પર જે નવું ફીચર એક્ટિવ કરવામાં આવ્યું છે તેના કારણે ફિલ્મ અને સીરીઝ ડાઉનલોડ કરવાનું વધી ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


બાળકોનું પણ Aadhaar Card બનાવવું જરૂરી છે! આજે જ ઘરે બેઠા કરો અરજી


લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર


Creta જેવી જ ગાડી સાવ સસ્તામાં! બુકિંગ માટે થઈ રહી છે પડાપડી, લૂક જોઈ ખુશ થઈ જશે દિલ


 ફ્રીમાં મુવી અને અલગ અલગ સીરીઝ ડાઉનલોડ કરવા ટ્વિટર લોકપ્રિય થઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ એલન મસ્ક ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રેક અને ઇવીલ ડેડ જેવી ફિલ્મો અપલોડ કરવામાં આવી હતી. આ સિવાય ટ્વિટર પર જ્હોન વીક ચેપ્ટર ફોર પણ ઉપલબ્ધ છે 


આ ફિલ્મને એક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવી હતી. ફિલ્મ લગભગ દસ કલાક સુધી ટ્વિટર પર રહી. ત્યારબાદ કોપીરાઇટ હોલ્ડર ની ફરિયાદ પર આ પોસ્ટને હટાવવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં 26 લાખથી વધુ આ ટ્વીટને વ્યુ મળ્યા હતા. જ્યારે 7900 થી વધુ વખત તેને retweet કરવામાં આવ્યું. આ ફિલ્મ હાઈ રીઝોલ્યુશનમાં મોબાઇલથી અપલોડ કરવામાં આવી હતી જેને ટ્વીટર યુઝર ડાઉનલોડ કરી શકતા હતા. 


મહત્વનું છે કે ટ્વીટરમાં હતા તાજેતરમાં જ નવું ફીચર એક્ટિવ કરવામાં આવ્યું છે. જેમાં બ્લ્યુ ટિક સબસ્ક્રાઈબર બે કલાક સુધીનો અથવા તો આઠ જીબી સુધીનો વિડીયો અપલોડ કરી શકે છે. જેના કારણે ટ્વિટર યુઝર્સ Twitter પર ફિલ્મો અને સીરીઝ પણ અપલોડ કરવામાં લાગ્યા છે.


આ પ્રકારના વિડીયો અને ફિલ્મોને કોઈપણ યુઝર સરળતા થી ડાઉનલોડ કરી શકે છે. જોકે આમ કરવું ગેરકાયદેસર છે પરંતુ લોકો ધડાધડ ફિલ્મો ડાઉનલોડ કરી રહ્યા છે.