નવી દિલ્લીઃ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. પેટ્રોલના ભાવ દરરોજ વધે છે. આજે અમે તમને એક એવી ઓફર જણાવીશું, જેમાંથી તમે પેટ્રોલ ભરાવવા પર કેશબેક મેળવી શકો છો.દરેક પેટ્રોલ પંપ પર Paytmથી પેમેન્ટ કરવાનો વિકલ્પ છે. જો તમે પેટ્રોલ ભરવા માટે કાર્ડ અથવા રોકડનો ઉપયોગ કરો છો, તો તમને કેશબેકનો લાભ નહીં મળે. કેશબેક મેળવવા માટે તમારે Paytm નો ઉપયોગ કરવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 રૂપિયા કેશબેક-
પેટ્રોલ ભરાવવા પર કેશબેક મેળવવા માંગો છો, તો તમારે તેને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના પેટ્રોલ પંપ પરથી Paytmથી પેમેન્ટ કરવાનું રહેશે. IOCL પેટ્રોલ પંપ પર Paytmથી ચુકવણી પર 5% કેશબેક મળશે. આ ઑફર ઓછામાં ઓછા 100 રૂપિયાના વ્યવહાર માટે માન્ય છે. એક મહિનામાં માત્ર 4 વખત જ કેશબેકનો લાભ મળશે. ધારો કે જો તમે 200 રૂપિયાનું પેટ્રોલ ભરો છો તો તમને 1.50 રૂપિયાનું કેશબેક મળશે.


કેશબેક ફક્ત IOCL પેટ્રોલ પંપ પર જ મળશે-
આ ઓફરમાં મહત્તમ કેશબેક રૂ.25 રૂપિયા પર ટ્રાન્ઝેક્શન છે. કેશબેક 48  કલાકમાં જમા થશે. તમIOCL પેટ્રોલ પંપ પર જ માત્ર 3 મહિના માટે માન્ય છે. 


QR કોડ સ્કેન કરવાથી જ મળશે લાભ-
QR કોડ સ્કેન કરીને ચુકવણી કરશો તો જ કેશબેક મળશે. ગ્રાહકોને નિયમો અને શરતો અનુસાર વધારાના રિવોર્ડ પોઈન્ટ્સ મળશે. ગ્રાહકને તેના નિયમો અને શરતો અનુસાર 0.75 ટકા ડિજિટલ પ્રોત્સાહન મળશે.