પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ડિજિટલ બેંકિંગની શાખાઓ નાણાકીય સમાવેશનો વિસ્તાર કરશે. નાગરિકોના બેંકિંગ અનુભવોને વધુ સારા બનાવશે. તેમણે કહ્યું કે આજે દેશમાં દર એક લાખની વસ્તી પર જેટલી બેંક શાખાઓ છે, તે જર્મની, ચીન અને દ.આફ્રિકા જેવા દેશો કરતા પણ વધુ છે. દરેક સામાન્ય માણસના જીવન સ્તરને બદલવાનો સંકલ્પ લઈને દિવસ રાત મહેનત  કરી રહ્યા છીએ. અમારો સંકલ્પ વ્યવસ્થાઓમાં સુધાર અને પારદર્શકતા લાવવાનો છે. પીએમએ કહ્યું કે અમારી સરકારનો લક્ષ્ય ભારતના સામાન્ય માનવીને સશક્ત બનાવવાનો છે. તેને શક્તિશાળી કરવાનો છે. આથી અમે સમાજના છેવાડે ઊભેલા વ્યક્તિને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી છે અને આખી સરકાર તેમની સુવિધા અને પ્રગતિના રસ્તે ચાલી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે અમે બેંકિંગ સેવાઓને દૂર આંતરિયાળ વિસ્તારોમાં ઘરે ઘરે પહોંચાડવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આજે ભારતના 99 ટકાથી વધુ ગામડાઓમાં પાંચ કિમીની અંદર કોઈને કોઈ બેંક બ્રાન્ચ, બેંકિંગ આઉટલેટ કે બેંકિંગ મિત્ર હાજર છે. આ સેવાઓ પહેલા કરતા વધુ સરળ હશે. તેમાં સુવિધાઓ હશે અને એક મજબૂત ડિજિટલ બેંકિંગ સુરક્ષા પણ હશે. ગામડા અને નાના શહેરોમાં જ્યારે કોઈ ડિજિટલ બેંકિંગ યુનિટની સેવાઓ લેશે તો તેમના માટે પૈસા મોકલવાથી લઈને લોન સુધીનું બધુ સરળ અને ઓનલાઈન થઈ જશે. 


આ Video પણ  ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube