PMV EaS-E micro electric car: મુંબઇની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની પીએમવી ઇલેક્ટ્રિક (PMV Electric) 16 નવેમ્બર 2022 ને પોતાની પહેલી માઇક્રો ઇલેક્ટ્રિક કાર, EaS-E ને લોન્ચ કરવા જઇ રહી છે. ભારતમાં આ પીએમવીની પહેલી ગાડી હશે. કંપની આ ગાડીના દ્રારા ભારતીય માર્કેટમાં પર્સનલ મોબિટી વ્હીકલ (પીએમવી) નામની એક નવું સેગમેંટ બનાવવા જઇ રહી છે. કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર આ ગાડીનું બુકિંગ પહેલાં જ શરૂ કરી દીધું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપનીને ભારતમાં જ નહી, આંતરરાષ્ટ્રીય બજારોમાંથી એક મોટી પ્રી ઓર્ડર બુક તૈયાર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૂલ ચાર્જમાં ચાલશે 200KM
પીએમવી ઇએએસ-ઇ માઇક્રો ઇલેક્ટ્રિક કાર 10 કિલોવોટ લિથિયમ આયરન ફોસ્ફેટ બેટરી પર કામ કરશે. તેને 15 કિલોવોટ (20 બીએચપી) પીએમએસએમ ઇલેક્ટ્રિક મોટરની સાથે જોડવામાં આવશે. જોકે તેનો ટોર્ક ફીગર હજુ સામે આવ્યો નથી, પરંતુ તેની ટોપ  સ્પીડ 70 કિમી પ્રતિ કલાક રહેશે. 

MG Air EV: આવી રહી છે MG ની 'છોટુ' ઇલેક્ટ્રિક કાર, 300km સુધી દોડશે, બસ આટલી હશે કિંમત


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube