નવી દિલ્હીઃ ભારતમાં સ્માર્ટફોનની માગ વધી છે. તેવામાં દિગ્ગજ કંપનીઓ હવે 5G અને સુપરફાસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જેમાં અનેક પ્રકારના નવા ફીચર્સ સામેલ છે. તેવામાં પ્રખ્યાત મોબાઈલ કંપની POCO પોતાનો પોતાનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ ફોનનું ટીઝર પણ જાહેર કર્યું છે. આવો જાણીએ ફોનની રિલીઝ ડેટ અને ફોન વિશે તમામ માહિતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

POCO પોતાનો પહેલો બજેટ 5G સ્માર્ટફોન M3 PRO ભારતમાં 8 જૂને લોન્ચ કરશે. આ સ્માર્ટફોનને ગત મહિને ગ્લોબલ માર્કેટમાં લોન્ત કરવામાં આવ્યો હતો. POCO M3 PRO અસલમાં REDMI NOTE 10 5Gનું રિબ્રાન્ડ વર્ઝન છે. આ XIOAMIનો જ સબ બ્રાંડ છે. આ માટે કંપનીઓ આ પ્રકારે કામ કરતી રહે છે.


Guinness Book માં નોંધાયેલાં છે આ Bollywood Stars ના નામ, કારણ જાણીને તમને પણ થશે આશ્ચર્ય


POCO M3 PROના ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં MEDIATEK DIMENSITY 700 ચિપસેટ આપવામાં આવી છે. ફોનમાં 90Hz રિફ્રેશ રેટની 6.5 ઈન્ચની ડિસ્પ્લે આપવામાં આવી છે. POCO M3 PROમાં ANDROID 11 બેઝ્ડ કંપનીનું કસ્ટમ મોબાઈલ OS MIUI 12 આપવામાં આવ્યું છે. આ ફોનમાં 5000mAHની બેટરી આપવામાં આવી છે. જેને ચાર્જ કરવા માટે 18Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.


FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક


POCO M3 PROમાં આપવામાં આવેલા કેમેરા મોડ્યુલની વાત કરીએ તો ફોનના બેકમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાઈમરી કેમેરો 48 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર અને ત્રીજો 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં POCO M3 PROની કિંમત 129 યુરો એટલે કે 16,000 રૂપિયાથી શરૂ થાય છે. ભારતમાં કંપની આ ફોનની કિંમત 15,000 રૂપિયા રાખવા માગે છે. કારણ કે માર્કેટમાં મિડ રેન્જ 5G સ્માર્ટફોનની રેસ લાગી ચૂકી છે.


Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube