નવી દિલ્હીઃ Poco X3 NFCને 7 સપ્ટેમ્બરે એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ જાણકારી પોકોએ ટ્વીટર પર આપી છે. આ પહેલા કંપની તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે, તેમાં 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નવો પોકો ફોન ભારતમાં ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલા Poco X2 નો અપગ્રેડ હશે. હાલમાં ફોન વિશે જાણકારી ઉપલબ્ધ નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે આ નવા ક્વોલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસરની સાથે લોન્ચ થશે. 


પોકો ગ્લોબલે ટ્વીટર પર સત્તાવાર રીતે જાહેરાત કરી કે તેને પોકાના આગામી સ્માર્ટફોનને Poco X3 NFC કહેવામાં આવશે અને તેને 7 સપ્ટેમ્બરે એક ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગની શરૂઆત 5.30pm ISTથી કંપનીના યૂટ્યૂબ, ફેસબુક અને ટ્વીટર હેન્ડલ દ્વારા કરવામાં આવશે. 


એરટેલની ભેટ, ફ્રીમાં મળી રહ્યો છે 6GB સુધી હાઈસ્પીડ ડેટા  

આ સ્માર્ટફોનમાં એક પ્રો મોડ હશે, જેના દ્વાર અપર્ચર, એક્સપોઝર વેલ્યૂ,  ISO અને વાઇડ બેલેન્સને એડજસ્ટ કરી શકાશે. તો તેના ફ્રન્ટમાં 20MPનો સેલ્ફી કેમેરો હશે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube