AC For Tenants: જે રીતે આજકાલ ભીષણ ગરમી પડી રહી છે, તેમાં એસી વગર એક કલાક પણ કાઢવો મુશ્કેલ બની જાય છે. જે લોકોના પોતાના ઘર છે તેઓ સરળતાથી એસી ફિટ કરાવી શકે છે. પરંતું કેટલાક લોકો એવા છે, જેઓ નોકરીના કારણે અન્ય શહેરોમાં રહે છે, અને સમયાંતરે શહેરો બદલતા રહે છે. તેથી એસી પણ નવા ઘરમાં શિફ્ટ કરાવવાની મહેનત પડે છે. આવામાં તોડપોડ કરવાની જરૂર પડે છે, અથવા વારંવાર ફિટિંગ કરાવવી પડે છે. મકાન માલિકની પરમિશન લેવી પડે છે. આવા કિસ્સામાં હવે દિવાલ પર એસી ફિટ કરાવવા કરતા એવુ એસી લાવો જેને લગાવવા કોઈ તોડફોડ કરવી ન પડે, અથવા ઈલેક્ટ્રિશ્યનની જરૂર ન પડે. માર્કેટમાં આવું કમાલનું એસી આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી ગયું માર્કેટમાં કમાલનું એસી
માર્કેટમાં એવુ એસી આવી ગયું છે, જેને લગાવવા ન તો મકાન માલિકના પરમિશનની જરૂર પડશે, અને ન તો તોડફોડટ કરવાની જરૂર પડશે. આ એસીને તમે ઘરમાં ઈચ્છા હોય ત્યાં સરળતાથી મૂકી શકો છો.  


પોર્ટેબલ એસી
માર્કેટમાં પોર્ટેબલ એસી પણ ઉપલબ્ધ છે, જેનો તમે કૂલરની જેમ ઘરના કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. જેના બાદ તમને ગરમીથી રાહત મળશે. કોઈ પણ રૂમમાં મૂકીને તેને ઠંડો બનાવી શકો છો. સારી બાબત એ છે કે, પોર્ટેબલ એસીને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડી શકાય છે. 


ગેસ ગીઝર વાપરતા હોવ તો સાચવજો, સુરતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હોવાની આશંકા


જબરદસ્ત કુલિંગ આપે છે 
પોર્ટેબલ એસીની વાત કરીએ તો, તેમાં એડજસ્ટ પાઈપ લાગે છે, જે ગરમ હવાને ઘરની બહાર ફેંકે છે અને ઘરને કુલિંગ કરે છે. એટલે કે, એસીની સામે બેસીને તમને ગરમીનો અહેસાસ નહિ થાય.  


રૂમની સાઈઝમાં ધ્યાન રાખો
જો તમે પોર્ટેબલ એસી લેવા વિશે વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, અન્ય એસીની જેમ આ પણ 1 ટન, 1.5 ટન, 2 ટનના મોડલમાં ઉપલબ્ધ છે. અનેક કંપનીઓ માર્કેટમાં પોતાના પોર્ટેબલ એસી લોન્ચ કરી ચૂકી છે. 


કિંમત પણ વધુ નથી
જો તમે 1 ટન એસી ખરીદવા માંગો છો તો તેની કિંમદ 30 થી 35 હજારની કિંમતમાં મળી જાય છે. જ્યારે કે 2 ટનવાળા એસીની કિંમત 40 થી 45 હજાર રૂપિયા છે. 


સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું