Hand Powered Generator: જો તમે મુસાફરીમાં વધુ રહો છો તો સ્પષ્ટ વાત છે કે ઘણીવાર એવું બને છે જ્યારે તમે તમારા ડિવાઇસને ચાર્જ કરવા માટે પાવર સોર્સ શોધી શકતા નથી. આમ એટલા માટે થાય છે કારણ કે એક તો તમને સમય મળતો નથી અને જો સમય મળે છે તો ત્યાં ચાર્જિંગની કોઇ વ્યવસ્થા નથી. એટલા માટે તમારો ફોન અને તમારા અન્ય ડિવાઇસ ડિસ્ચાર્જ થઇ જાય છે. જોકે લોકો હવે તેમની સાથે પાવર બેંક રાખવા લાગ્યા છે જેથી ડિવાઇસને ચાર્જ કરી શકે. જોકે તેમાં કેટલીક વાર જ ડિવાઇસ ચાર્જ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારે વારંવાર ડિવાઇસ ચાર્જ કરવા છે તો આ ફક્ત ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે પાવર સોર્સના નજીક હોવ. જોકે હવે માર્કેટમાં એવી પ્રોડક્ટ આવી ગઇ છે જેની મદદથી તમે ગમે ત્યાં અને ગમે ત્યારે તમારા ડિવાઇસને ચાર્જ કરી શકો છો, અને તેના માટે તમારે મહેનત કરવાની પણ જરૂર નહી પડે. જોકે આજે અમે તમારા માટે એવું જનરેટર લઇને આવ્યા છીએ જે હાથના ઉપયોગથી ચલાવી શકાય છે અને તેનાથી ડિવાઇસ ચાર્જ કરી શકાય છે.   

લાખો-કરોડોમાં થશે દર મહિને કમાણી! YouTube ની આ રીત ઘરે બેઠા કરાવશે કમાણી


કયું છે આ જનરેટર
જે જનરેટરની અમે વાત કરી રહ્યા છીએ તે તમારા હાથના ઉપયોગથી ચલાવી શકાય છે. આ એક લીવરની મદદથી કામ કરે છે અને પછી પાવર જનરેટ કરવા લાગે છે. તેનો આકાર કોઇ ટિફિન બોક્સ જેટલો હોય છે અને તમે તેને તમારી સાથે બેગમાં ગમે ત્યાં લઇ જઇ શકો છો. જો વાત કરીએ તેની કિંમતની તો ગ્રાહક તેને ફક્ત  ₹5229 માં ખરીદી શકો છો. આ આકારમાં એટલું જ પોર્ટેબલ છે કે ક્યાંય પણ સરળતાથી લઇ જઇ શકો છો.


શું વાત છે તેની ખાસિયત
જો વાત કરીએ તો ખાસિયતની તો તેમાં બે પાવર આઉટલેટ જોવા મળે છે જેની મદદથી તમે તમારા ડિવાઇસને ચાર્જ કરી શકો છો. તેનાથે એવો કરંટ નિકળે છે એવામાં સ્માર્ટફોન પાવર બેંક સહિત મ્યૂઝિક વિયરેબ્લ્સ અને સ્માર્ટ વોચ પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે અને તેના માટે મહેનત પણ કરવી પડતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube