હવે ડોલ જ બની જશે વોશિંગ મશીન! સૌથી સરળ બની કપડાની ધોલાઈ, હવે નહીં મારવા પડે ધોકા
Washing Machine: બજારમાં હાલ અનોખા પ્રકારનું વોશિંગ મશીન આવી ગયું છે. જે ડોલની સાઈઝનું છે. આ વોશિંગ મશીન કિંમતમાં સસ્તુ, પોર્ટેબલ અને નાનું છે. અને તેનો સરળતાથી વાપરી શકાય છે.
નવી દિલ્લીઃ દરેક ઘરમાં કપડા ધોવા માટે વોશિંગ મશીનની જરૂર પડે છે. કેમ કે, થોડીક ક્ષણોમાં કપડાને ચમકદાર બનાવવાા માટે વોશિંગ મશીન બેસ્ટ ઓપ્શન છે. પરંતુ જે લોકો એકલા રહે છે તેમને મોટું મોંઘુદાટ વોશિંગ મશીન લેવું પરવડતું નથી. એટલા માટે તેઓ મશીનની જગ્યાએ હાથથી કપડા ધોવે છે. ત્યારે આવા લોકો માટે એક શાનદાર પ્રોડક્ટ માર્કેટમાં આવી ગયું છે. આજે અમે તમને એક પોર્ટેબલ વોશિંગ મશીન વિશે જણાવીશું જે ડોલની સાઈઝનું છે. આ વોશિંગ મશીન સસ્તાની સાથે સાથે પોર્ટેબલ અને સાઈઝમાં પણ નાનું છે.
ડોલની સાઈઝનું વોશિંગ મશીનઃ
Hilton 3 kg Semi-Automatic Top Loading Washing Machine એક ડોલ જેટલું નાનું છે અને તે ઘરના કોઈના પણ ખૂણે રાખી શકાય છે. આ સેમી-ઓટોમટિક વોશિંગ મશીન 3 કિલોની કેપેસિટીની સાથે આવે છે. અને એકવારમાં તેમાં 5થી 6 કપડા ધોઈ શકાય છે.
કિંમત પણ ખૂબ ઓછીઃ
આમાં એક ખાસ સ્પિનર એટેચમેન્ટ પણ આપવામાં આવ્યું છે જેનો તમે કપડા સુકવવા માટે ઉપયોગ કરી શકો છો. તેને સરળતાથી પ્લગ-ઈન કરવામાં ઉપયોગ કરી શકાય છે. તેમાં ઓટોમેટિક પાવર ઓફની પણ સુવિધા છે. જે વીજળી બચાવે છે. ડ્રાઈઅર બાસ્કેટની સાથે આવનારા આ વોશિંગ મશીનની કિંમત 5,999 રૂપિયા છે.
ટિફિન જેટલું નાનું થઈ જશે મશીનઃ
આ અનોખા વોશિંગ મશીનને તમે ઉપયોગ કર્યા બાદ ફોલ્ડ કરી શકો છો. આ એટલું અનોખું વોશિંગ મશીન છે કે, તેના ઉપયોગ બાદ તે ટિફિન જેટલું નાનું કરી શકાય છે. USB પાવર્ડ, ટોપ લોડ વાળી ઓટોમેટિક મશીન છે જે 10 મિનિટમાં કપડા ધોઈ આપે છે. આ વીજળી અને પાણી બંનેનો બચાવ કરે છે.