અમદાવાદ : તમે સ્માર્ટફોન કેટલો પણ મોંઘો ખરીદી લો પરંતુ બેટરી ઘણી ઓછી ચાલવા જેવી પરેશાનીથી તમે મુક્તી નહી મળી હોય. હા પાવર બેંક્સ આવ્યા બાદ થોડી પરેશાની જરૂર ઓછી થઇ છે. હવે સ્માર્ટફોનની સાથે સાથે પાવર બેંક સામાન્ય બાબત બની ગઇ છ. મુસાફરીમાં જતા સમયે આ બેંક કામમાં આવે છે. જો તમે પણ પાવર બેંક ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોનથી વધારે કેપિસિટીની પાવરબેંક ખરીદો
ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો. તમારા ફોનની બેટરીનું ધ્યાન રાખો અને તેનાથી વધારે કેપિસીટીની જ પાવર બેંક ખરીદો. તેનો ફાયદો એ છે કે તમે એકવાર પાવરબેંક ચાર્જ કર્યા બાદ કોઇ ચિંતા વગર મુસાફરી કરી શકો છો. ઓછામાં ઓછું એટલું હોય કે એક વખત ચાર્જ કર્યા બાદ તમે તમારા ફોનને બે વખત ચાર્જ કરી શકો. 


બ્રાંડેડ કંપનીની પાવર બેંક જ ખરીદો
માર્કેટમાં ઘણા પ્રકારની પાવર બેંક ઉપલબ્ધ હોય છે. શક્ય છે કે કેટલીક નાની કંપનીઓ તમને સસ્તામાં પાવર બેંક આપી રહી હોય. એવામાં જ્યાં સુધી શક્ય હોય કોઇ બ્રાંડેડ કંપનીનું પાવર બેંક જ ખરીદો. ખાસ કરીને ત્યારે જ્યારે તમે પાવર બેંક મોંઘી ડિવાઇસ ચાર્જ કરવા માટે ખરીદી રહ્યા હો.


કરંટ ડ્રો ચેક કરો
પાવર બેંક ખરીદતા સમયે પાવર બેંકનું કરંટ ડ્રો પણ ચેક કરો. જુના સ્માર્ટફોન્સ પોતાની બેટરી ચાર્જ કરવા માટે 1 એમ્પીયર કરતા વધારેનો કરંટ નથી લેતા. આજકાલ નવી ડિવાઇસ 2.1 એમ્પીયર કરંટ ઇનપુટથી ચાર્જ થાય છે. તેના માટે તમે તમારી મોબાઇલ પર લખેલ કરંટ ડ્રો જુઓ. જ્યાં સુધી શક્ય હોય બે પ્રકારનાં યુએસબી પોર્ટ્સ 1A Dvs 2.1 A વાળા પોર્ટેલ ચાર્જર ખરીદો. અત્રે ઉલ્લેખનીય છે કે mAh પાવરની સાથે સાથે કરંટ ડ્રો પણ ખુબ જ કામની વસ્તું હોય છે. 


બેટરીના પ્રકાર પર પણ ધ્યાન આપો
આ વાતો ઉપરાંત ધ્યાન આપો કે બેટરી કયા પ્રકારની છે ? લિથિયમ આયન છે કે લિથિયમ પોલીમર. લિથિયમ આયન સેલ્સ સસ્તા હોય છે અને સરળતાથી મળી જાય છે જ્યારે લિથિયમ પોલિમર સેલ્સ મોંઘા હોય છે. કોઇ સારી બ્રાંડની પાવર બેંક જ ખરીદો. થોડા પૈસા બચાવવા માટે સસ્તી પાવર બેંક ખરીદવી તમારા માટે નુકસાનકારક પણ હોઇ શકે છે. 

પાવર બેંકના સેફ્ટી ઓપ્શન
પાવર બેંકની કેપેસિટી જ નહી તેની બિલ્ડ ક્વોલિટી પણ ખુબ જ કામની વસ્તું છે. નબળી બિલ્ટ ક્વોલિટી વાળી પાવર બેંક તમારા ડિવાઇસને ખરાબ કરી શકે છે. યોગ્ય બિલ્ડ ક્વોલિટીની સાથે તમારી પાવર બેંક ફોનને  ઝડપથી ચાર્જ તો કરશે જ સાથે સાથે લાંબો સમય સુધી ટકી પણ રહેશે. 


ખરીદતા પહેલા પાવર ચેક કરો
માર્કેટમાં 5000 mAh, 10,000 mAh અને 20,000 mAh ની જ પાવર બેંક મળે છે. જો કોઇ આનાથી વધારેની પાવર બેંક આપવાની વાત કરતું હોય તો સ્પષ્ટ છે કે તે તદ્દન ખોટી વાત છે. 


આ બાબતોનું પણ રાખો ખાસ ધ્યાન
વજન: પાવર બેંક ખરીદતા સમયે વજન પર ધ્યાન આપો. નકલી પાવરબેંક વજનમાં હલ્કી હોય છે. જો પાવર બેંક નકલી હોય તો 5000mAh વાળી પાવર બેંક પણ વજનમાં હળવી હશે. એવામાં જો પાવર બેંક તમને વજનમાં વધારે હળવી લાગે તો તે ખરીદવાનું ટાળવું.
LED લાઇટ : પાવર બેંક એવી ખરીદો જેમાં LED ઇંડિકેટર આપવામાં આવ્યું હોય. તેના પરથી જાણવા મળે છે કે તમારી પાવર બેંક કેટલા ટકા ચાર્જ થઇ ગઇ હોય અથવા તમારા પાવર બેંકમાં અત્યાર સુધી કેટલું ચાર્જિંગ બાકી છે.