ફોન લેવાનો હોય તો રોકાઈ જજો! આ મહિને ત્રણ કંપનીઓ સ્માર્ટફોન બજારને હલાવી નાંખશે! લોન્ચ કરશે આવા ફોન
ટૂંક સમયમાં Android સેગમેન્ટના સૌથી પાવરફૂલ ફોન જોવા મળશે. સ્માર્ટફોન મેન્યુફેક્ચર્સ Xiaomi, iQOO અને OnePlus પોતાના ફ્લેગશિપ ફોનને ઓક્ટોબરમાં જ લોન્ચ કરી શકે છે. આ તમામ કંપનીઓના ફોનમાં આપણને Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર જોવા મળશે. આ ક્વોલકોમનું ફ્લેગશિપ પ્રોસેસર હશે, જે કંપની ઓક્ટોબરમાં જ લોન્ચ કરશે.
Qualcomm જલ્દી જ પોતાનું નવું ફ્લેગશિપ પ્રોસેસર લોન્ચ કરનાર છે. કંપની 21 ઓક્ટોબરે પોતાનું આગામી ફ્લેગશિપ પ્રોસેસર લોન્ચ કરશે, જેનું નામ Snapdragon 8 Elite હોઈ શકે છે. કંપની આ વખતે ફ્લેગશિપ પ્રોસેસરનું નામ Snapdragon 8 Gen 4 નહીં રાખે.
Xiaomi પહેલી બ્રોન્ડ હશે, જે આ પ્રોસેસરની સાથે પોતાનો ફોન લોન્ચ કરશે. કંપની દર વર્ષે ક્વોલકોમનું ફ્લેગશિપ પ્રોસેસરની સાથે પોતાનું પ્રીમિયમ ડિવાઈસ લોન્ચ કરે છે. કંપની આ વખતે Xiaomi 15 સીરીઝને લોન્ચ કરશે, જે Qualcomm ના લેટેસ્ટ પ્રોસેસરની સાથે આવશે.
ત્રણ નવા ફ્લેગશિપ ફોન થશે લોન્ચ
કંપની આ મહીનાના અંત સુધીમાં પોતાની લોન્ચ ઈવેન્ટ આયોજિત કરશે. ટિપ્સ્ટર્સનું માનીએ તો OnePlus 13 અને iQOO 13 માં પણ આપણને આ ફ્લેગશિપ પ્રોસેસર જોવા મળશે. ધ્યાન રહે કે Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આ મહીનાના અંત સુધીમાં લોન્ચ થશે.
Xiaomi, OnePlus અને iQOO ના નવા ફોન્સ આપણને આ મહીનામાં જ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે iQOO 12 એ કંપનીએ ગત વર્ષ નવેમ્બરમાં લોન્ચ કર્યો હતો. જ્યારે OnePlus 12 ને કંપનીએ ડિસેમ્બર 2023માં લોન્ચ કર્યો હતો. આ વર્ષે કંપનીઓ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન્સને પહેલા લોન્ચ કરી શકે છે.
Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસરની સાથે સૌથી પાવરફૂલ એન્ડ્રોઈડ ફોન્સ લોન્ચ થશે. જ્યારે બીજી બાજુ MediaTek એ પણ Dimensity 9400 પ્રોસેસરને લોન્ચ કરી દીધું છે. આ પ્રોસેસરની સાથે આપણને Vivo X200 સીરીઝને લોન્ચ કરશે. આ સીરીઝ ચીનમાં 14 ઓક્ટોબરે લોન્ચ થઈ રહી છે.
ભારતમાં ક્યારે થશે લોન્ચ?
આ વર્ષે ઓક્ટોબરમાં જ આપણને ઘણા Android ફ્લેગશિપ સ્માર્ટફોન જોવા મળશે. Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસરની સાથે Xiaomi 15 સીરીઝ, OnePlus 13 અને iQOO 13 સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. બીજા ફોન આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થશે.
શરૂઆતમાં કંપનીઓ આ સ્માર્ટફોનને ચીની બજારમાં લોન્ચ કરશે. જોકે, ભારત અને ગ્લોબલ માર્કેટમાં આ સ્માર્ટફોન આ વર્ષના અંત અને આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થશે. સ્માર્ટફોન કંપનીઓએ ભારતીય બજારમાં આ ફોનની લોન્ચ ડેટને લઈને કોઈ જાણકારી આપી નથી.