અમદાવાદ : સ્માર્ટફોન્સ આજનાં સમયમાં સૌથી વધારે ઉપયોગ થનારા ડિવાઇસની યાદીમાં સમાવેશ થાય છે. વધારે ઉપયોગનાં કારણે ફોન જલ્દી ગરમ થઇ જાય છે, જેનાં કારણે તેમની બેટરી અને ફંક્શનમાં પણ ફરક પડે છે. ઘણી વખત ચાર્જીગથી પણ ફોન ખુબ જ ગરમ થઇ જાય છે. કેટલીક ટીપ્સ છે, જેનાં દ્વારા તમે તમારા ફોનને ગરમ થવાની રોકી શકો છો અને તેને કુલ રાખી શકો છો. સૌથી પહેલા તો ફોનમા જે પણ બિનજરૂરી વીડિયો, ફોટો અથવા એપ્લીકેશન્સ હોય તેને ડિલીટ કરો. વધારે ફાઇલો થવાનાં કારણે ફોનને ચાર્જ થવામાં વધારે સમય લાગે છે. જેનાં કારણે આ ફોન વધારે ગરમ થઇ જાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા ફોનમાં જે એપ્લીકેશન્સ છે તેને ટાઇમ ટુ ટાઇમ અપડેટ રાખો કારણ કે જો કોઇ એપ્લીકેશનમાં કોઇ બગ અથવા પરેશાની હશે તો તે દુર થઇ જશે અને ફોનની ક્ષમતા પણ વધશે. તમારી ફોનની બેટરીને ચેક કરો. જો તે વધારે જુની છે, તો તુરંત જ તેને બદલો. જુની બેટરી ચાર્જ થવામાં પણ વધારે સમય લગાવે છે, જેનાં કારણે ફોનને ઘણો લાંબો સમય ચાર્જ કરવો પડે છે  અને તેનાં કારણે ફોન ગરમ થાય છે. 

ક્યાંય બહાર જઇ રહ્યા હો અને જે એપ્લીકેશન્સ ફોનમાં ખુલી છે તેને બંધ કરી દો. ડેટા બંધ કરી દો અને તેને શક્ય હોય તેટલો તડકાથી બચાવી રાખવા જોઇએ.

ઘણી વખત આપણે પોતાના ફોનને કોઇ અન્યનાં ફોનનાં ચાર્જરથી ચાર્જ કરી લેતા હોઇએ છીએ. એટલે સુધી કે કોઇ અન્યનો મોબાઇલ ચાર્જ કરવા માટે આપણું ચાર્જર આપતા હોઇએ છીએ.એવું કરવાથી બચવું જોઇએ કારણ કે દરેક ફોનની બેટરી અને ચાર્જર અલગ અલગ રીતે ડિઝાઇન હોય છે. પરંતુ અન્ય ફોનનાં ઉપયોગથી તેમાં ફેરફાર થવાની તેનાં વોલ્ટ વધી કે ઘટી શકે છે જેનાં કારણે ફોન ગરમ થવાની શક્યતા વધી જાય છે. 

ફોનને જો કોઇ ડિવાઇસ સાથે લગાવીને કામક રી રહ્યા છો તો તેવું કરવાનું ટાળવું જોઇએ. તેનાં કારણે પણ ફોનમાં ઓવર હીટિંગ થવાની શક્યતાઓ વધી જાય છે. કોઇ પણ ગરમ વસ્તું કે સ્થળની આસપાસ ફોન ન રાખવો જોઇએ

કેટલાક એપ્સ એવા હોય છે જે પાવરનો વધારે ઉપયોગ કરે છે અને ઓટોમેટિક અપડેટ થતા રહે છે. જો એવા એપ્સ તમારા ફોનમાં હોય તો તેને ડિલીટ કરી દો. આવા એપ્સ ફોનને ગરમ કરી દેતા હોય છે. 

ફોન હંમેશા કવરની અંદર રાખો. થોડા સમય માટે તેને ખુલ્લી હવામાં રાખો જેથી તેની હિટમાં ઘટાડો થાય.

ઘણા લોકો ફોનને આખી રાત ચાર્જ કરતા હોય છે. તેનાં કારણે પણ ફોન ગરમ થાય છે અને તેનાં કારણે પણ તેની ખરાબ થવાની શક્યતા વધી જાય છે. માટે ફોનને આખી રાત અને વારંવાર ચાર્જ ન કરવો જોઇએ.