નવી દિલ્હીઃ ભારતમાં પાછલા વર્ષે ચીનની સાથે સરહદ વિવાદ બાદ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી બેન થયેલી  PUBG મોબાઇલ ગેમનું  Early Access વર્ઝન ગૂગલ પ્લે સ્ટોર  (Google Play Store) પર 17 જૂનથી ઉપલબ્ધ છે. આ વખતે ભારતમાં  PUBG મોબાઇલ ગેમને લોન્ચ કરવાની જવાબદારી દક્ષિણ કોરિયન કંપની ક્રાફ્ટને ઉઠાવી છે. PUBG મોબાઇલ ગેમના આ અરલી એક્સેસ વર્ઝનને અત્યાર સુધી 50 લાખથી વધુ ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. પરંતુ ગેમ હજુ અરલી એક્સેસ વર્ઝનથી લોન્ચ થઈ છે પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી પબજી મોબાઇલ ગેમનું સત્તાવાર વર્ઝન લોન્ચ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAIT એ લખ્યો પત્ર
PUBG મોબાઇલનું સત્તાવાર વર્ઝન લોન્ચ થતાં પહેલા તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. વ્યાપારીઓની સંસ્થા Confederation of All India Traders (CAIT) એ કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ અને ગૂગલ ઈન્ડિયા (Google India) ના પ્રમુખ સંજય ગુપ્તાને પત્ર લખી પબજી મોબાઇલ ગેમને ભારતમાં લોન્ચ થવાથી રોકવા માટે પત્ર લખ્યો છે. 


ઓફર! 90 દિવસની વેલિડિટી અને Jio થી 2.5 ગણો ડેટા આપી રહી છે આ કંપની  


પ્રાઇવેસીનો ખતરો
કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ અને ગૂગલ ઈન્ડિયાના પ્રમુખ સંજય ગુપ્તાને લખેલા પોતાના પત્રમાં  CAIT ના મહાસચિવ પ્રવીણ ખન્ડેલવાલે પબજી મોબાઇલ ગેમને દેશની સુરક્ષા અને લાખો ભારતીયોની પ્રાઇવેસી વિરુદ્ધ ગણાવી છે.  CAIT પ્રમાણે પબજીને ભારતમાં ફરીથી લોન્ચ કરનારી કંપની ક્રોફ્ટન ચીની કંપની ટેનસેંટની બીજી સૌથી મોટી ભાગીદાર છે તેવામાં પબજીને જો ક્રોફ્ટ ફરીથી ભારતમાં લોન્ચ કરશે તો ન માત્ર ભારતની સુરક્ષા પર પ્રશ્નચિન્હ લાગશે પરંતુ લાખો ભારતીયોની પ્રાઇવેસી પણ ખતરામાં પડી જશે. 


IT મંત્રીને કરી આ અપીલ
કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદને લખેલા પોતાના પત્રમાં વ્યાપારીઓની સંસ્થા CAIT એ ભારત સરકારને પબજીને ભારતમાં ફરી લોન્ચિંગ પર નોંધ લેવા અને તેના પર પ્રતિબંધ લગાવવા માટે ગૂગલ ઈન્ડિયાને નિર્દેશ આપવાનું કહ્યું છે. તો ગૂગલને લખેલા પોતાના પત્રમાં CAIT એ ગૂગલ ઈન્ડિયાને પોતાની જવાબદારી યાદ અપાવતા પબજી મોબાઇલ ગેમને પ્લે સ્ટોર પર લોન્ચ ન કરવાની અપીલ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube